Donald Trump Wanted To Attack On Iran After Defeat In US Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોટો ખુલાસો: ચૂંટણીમાં હાર્યા બાદ આ દેશ પર હુમલો કરવાના હતા ટ્રમ્પ, મહત્વનું ઠેકાણું હતુ નિશાને

મોટો ખુલાસો: ચૂંટણીમાં હાર્યા બાદ આ દેશ પર હુમલો કરવાના હતા ટ્રમ્પ, મહત્વનું ઠેકાણું હતુ નિશાને

 | 7:02 pm IST
  • Share

અમેરિકા (America)ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાન પર હુમલો કરવાના હતા. ટ્રમ્પના નિશાના પર ઈરાન (Iran)નું મુખ્ય પરમાણુ કેન્દ્ર નતાંજ હતુ. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ઈરાનની પરમાણુ સામગ્રીમાં થઈ રહેલા સતત વધારાના કારણે ટ્રમ્પ આ નિર્ણય લેવા ઇચ્છતા હતા. ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પે ગત અઠવાડિયે થયેલી બેઠકમાં ઈરાનના પરમાણુ ઠેકાણા (Nuclear Sites)ને નષ્ટ કરવાના વિકલ્પોને લઇને સલાહકારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

ઈરાનની પરમાણુ સામગ્રીમાં અનેક ઘણો વધારો

આમાં ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસ, રક્ષામંત્રી ક્રિસ્ટોફર મિલર અને જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ માર્ક મિલી જેવા લોકો સામેલ હતા. આ દરમિયાન ટ્રમ્પને સલાહ આપવામાં આવી કે જો આવું પગલું ઉઠાવવામાં આવે છે તો અમેરિકા અને ઈરાનની વચ્ચેની ખાઈ ઘણી વધી જશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ ખુલાસો કર્યો હતો કે ઈરાનની પરમાણુ સામગ્રીમાં અનેક ઘણો વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે આ હુમલાનું સંભિવત ક્ષેત્ર ઈરાનનું પરમાણુ કેન્દ્ર નતાંજ હતુ.

પરમાણુ કરારથી 12 ઘણો વધારે યૂરેનિયમનો ભંડાર

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અનુસાર અહીં વર્ષ 2018માં થયેલા પરમાણુ કરારથી 12 ઘણો વધારે યૂરેનિયમનો ભંડાર વધી ચુક્યો છે અને આ કારણે ટ્રમ્પ અહીં હુમલો કરવા ઇચ્છતા હતા. આ પહેલા પણ ગત વર્ષે જૂન મહિનામાં ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવા ઇચ્છતા હતા, પરંતુ થોડીક મિનિટો પહેલા જ તેમણે પ્લાન રદ્દ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઈરાને અમેરિકાના એક ડ્રોન વિમાનને તોડી પાડ્યું હતુ અને આનો બદલો લેવા માટે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવા ઇચ્છતા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય

ઉલ્લેખનીય છે કે અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનનો વિજય થયો છે. જોકે ટ્રમ્પ હજુ પણ હાર માનવા માટે તૈયાર નથી અને તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી દરમિયાન મોટા ઘોટાળા થયા છે. તેમણે ટ્વીટ કરીને પણ કહ્યું હતુ કે, તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ જીત્યા છે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં દિવાળીના તહેવારો વિત્યા બાદ સમગ્ર બજાર પાંચ દિવસ સુધી બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન