Donald Trump Warns Iran But Does Not Rule Out Possibility Of Lifting Ban
  • Home
  • Featured
  • ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ ભડકો થવાના એંધાણ, ડૉનાલ્ડ ટ્રમ્પે આપી આકરી ચેતવણી

ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ ભડકો થવાના એંધાણ, ડૉનાલ્ડ ટ્રમ્પે આપી આકરી ચેતવણી

 | 2:00 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યૂરેનિયમ સંવર્ધનને લઈને ઈરાનને ચેતવણી આપી છે. જોકે ટ્રમ્પે ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ સાથે મુલાકાતનો માર્ગ મોકળો કરવા પ્રતિબંધ હટાવવાની શક્યતાનો ઈનકાર નથી કર્યો. ઈરાનના નેતાઓ સાથે મુલાકાતમાં મદદ કરવા માટે પ્રતિબંધ હળવા કરવાને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, સમય આવ્યે આ મુદ્દે વિચાર કરવામાં આવશે. સાથે જ તેમણે ઈરાનને ચેતવણી પણ આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હ્તું કે, યૂરેનિયમનના સંવર્ધનના ગંભીર પરિણામો આવશે.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ ઈરાન-અમેરિકાને વાતચીતની આપી હતી સલાહ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો તથા નાણાંમંત્રી સ્ટીવન મ્નુચિને એ વાત પર ભાર મુક્યો છે કે, અમેરિકા ઈસ્લામી ગણરાજ્ય (ઈરાન) વિરૂદ્ધ વધુમાં વધુ દબાણ બનાવી રાખવાના પોતાના અભિયાનને યથાવત રાખશે. ટ્રમ્પ-રૂહાની વચ્ચેની બેઠકનો વિચાર ગત મહિને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનક મેક્રોને આપ્યો હતો, જે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘટાડવા માટે યૂરોપિયન દેશોનું નેતૃત્વ કરી રહ્યાં છે.

ઈરાને પ્રતિબંધ બાદ જ વાતચીતનો રાગ ફરી આલાપ્યો

આ દરમિયાન વાતચીતની શકયતા પર સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રતિનિધિએ રૂહાનીના વલણને જ દોહરાવ્યું હતું. ઈરાની રાજદૂત માજિદ તખ્ત રવાંચીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે બેઠક ત્યારે જ થઈ શકે છે કે જ્યારે અમેરિકા તહેરાન વિરૂદ્ધ લગાવેલા પ્રતિબંધો હટાવીને પોતાનો આર્થિક આતંકવાદ બંધ કરે. તેવી જ રીતે કોઈ પણ મોટી બેઠક 2015ની પરમાણું સમજુતિમાં શામેલ રહેલી મોટી શક્તિઓના સમુહના માળખામાં જ યોજાય. તેમણે એમ પણ કહ્યું હતું કે, બોલ્ટનને હટાવવાનો ટ્રમ્પનો નિર્ણય અમેરિકાની આંતરીક બાબત હતી.

બોલ્ટનને હટાવવાના નિર્ણયને ઈરાન-અમેરિકી વાતચીત તરીકે જ જોવામાં આવે છે

અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનને પદ પરથી હટાવી દીધો છે. બોલ્ટન પર ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ યુદ્ધની દિશામાં આગળ વધવાનો આરોપ લગાવ્યો હતો. બોલ્ટન 2003માં ઈરાક પર કરવામાં આવેલા હુમલા અને અમેરિકાની આક્રમક વિદેશ નીતિ સંબંધી નિર્ણયો સાથે નજીકથી જોડાયેલા હતાં. બોલ્ટને ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલા સહિત અન્ય દેશો વિરૂદ્ધ વ્હાઈટ હાઉસના આકરા વલણ પાછળનો મુખ્ય ચહેરા તરીકે ઓળખવામાં આવતા હતાં. 

આ વીડિયો પણ જુઓ : પર્યાવરણની જાળવણી માટે સાબરમતીમાં ન કરાયું વિસર્જન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન