Donald Trump will attend 'Howdy, Modi' event in Houston, confirms White House
  • Home
  • Featured
  • ‘Howdy Modi’ કાર્યક્રમમાં PM મોદીની સાથે જોડાશે ટ્રમ્પ, દુનિયામાં પહેલી વખત યોજાશે અનોખી રેલી

‘Howdy Modi’ કાર્યક્રમમાં PM મોદીની સાથે જોડાશે ટ્રમ્પ, દુનિયામાં પહેલી વખત યોજાશે અનોખી રેલી

 | 8:09 am IST

અમેરિકામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. વ્હાઇટ હાઉસે રવિવારના રોજ મોડી રાત્રે તેની પુષ્ટિ કરી દીધી છે. આધુનિક ઇતિહાસમાં એવું પહેલી વખત બનશે જ્યારે બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના ટોચના નેતા દુનિયાના કોઇપણ ખૂણામાં રેલીને સંબોધિત કરી રહ્યા હશે. આપને જણાવી દઇએ કે આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરના યુએસના હ્યુસ્ટનમાં યોજાવાનું છે.

હ્યુસ્ટનના એનઆરસી સ્ટેડિયમમાં થનાર આ કાર્યક્રમમાં 50000થી વધુ ઇન્ડો-અમેરિકન લોકોને આવવાની સંભાવના છે. આટલા રજીસ્ટ્રેશન અત્યાર સુધી થઇ ચૂકયા છે. તેના સંબંધમાં વ્હાઇટ હાસઉની મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન રજૂ કર્યું. તેમણે કહ્યું કે મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની અગત્યની તક હશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે પીએમ ઓફિસની તરફથી જ તેના માટે ભલામણ કરાઇ હતી.

આપને જણાવી દઇએ કે એવું પહેલી વખત બનશે કે યુએસમાં કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ એકસાથે હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. ભારતીય રાજદૂત હર્ષ વર્ધન સિંઘલે આ ઇવેન્ટને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવ્યું છે. ‘હાઉડી’ શબ્દ અંગ્રેજીના ‘હાઉ ડુ યુ ડુ’નું શૉર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ખૂબ ચાલે છે.

નિમંત્રણ મળતા જ ટ્રમ્પે હા પાડી

ટ્રમ્પ અને મોદીની વચ્ચેની કેમિસ્ટ્રી કમાલની છે. અધિકારી ગણાવે છે કે નિમંત્રણ મળ્યા બાદ તરત જ ટ્રમ્પે તેના માટે હા પાડી દીધી હતી. આ બંનેની વચ્ચેની આ વર્ષની ત્રીજી મીટિંગ હશે. મોદી અને ટ્રમ્પ ગયા મહિને ફ્રાન્સમાં જી+7 સમિટ દરમ્યાન મળ્યા હતા. ભારત જી-7નો હિસ્સો નથી, પરંતુ મોદીના ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોંએ ખાસ અતિથિ તરીકે બોલાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ – PM મોદીની ગુજરાતને ત્રણ સૌથી મોટી ભેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન