US President Donald Trump will neve fight Trade War with India
  • Home
  • Featured
  • ડૉનાલ્ડ ટ્રમ્પને ચીન જેવું વ્યાપાર યુદ્ધ ભારત સાથે કરવું પડી શકે છે ભારે, આ રહ્યા કારણો

ડૉનાલ્ડ ટ્રમ્પને ચીન જેવું વ્યાપાર યુદ્ધ ભારત સાથે કરવું પડી શકે છે ભારે, આ રહ્યા કારણો

 | 5:18 pm IST

છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ છેડાયું છે. બંને દેશો એકબીજા ચીજવસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી લાદવાની હરીફાઈમાં ઉતર્યા છે. આ ટ્રેડ વોરની ઝાળ ભારતને પણ લાગે તેવી શક્યતા છે. ચારેકોર એ વાતની જ ચર્ચા થઈ રહી છે કે, શું અમેરિકા ભારત સાથે પણ ચીન જેવું વેપાર યુદ્ધ ખેલશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને બક્ષવાના મૂડમાં નથી. ટ્રમ્પ ભારતને ટેરિફ કિંગ ગણાવી ચુક્યા છે. તેમની નજર આંકડાઓ પર છે. ભારતનો અમેરિકા સાથેનો વેપાર 24.3 અબજ ડૉલરની સરપ્લસ પર છે જેની અમેરિકા પર વ્યાપક અસર થઈ રહી છે. જોકે, હવે સવાલ એ સર્જાઈ રહ્યો છે કે શું ટ્રમ્પ ચીનની જેમ ભારત સાથે પણ લડી લેવાના મૂડમાં છે? શું અમેરિકા ભારત સાથે પણ ચીન જેવું વેપાર યુદ્ધ ખેલશે?

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે ભારત અમેરિકા સાથે ઔપચારિક ગઠબંધન કરવા માંગતું નથી. અમેરિકાની સરકારે ભારતની અપેક્ષાઓ અને નીતિઓનો આદર કરતા કાયમ સાક્ષી ભાવ દર્શાવ્યો છે. અમેરિકાની સરકાર પણ એક પછી એક એવા નિર્ણયો કરી રહી છે જેનાથી સંદેશ જાય કે ભારતની પ્રગતિ અમેરિકાના હિતમાં છે. પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશનને ભારતીય પ્રોડક્ટ્સ પર ટેરિફ લગાડવાની શરૂઆત કરી દીધી છે. ફક્ત ભારતથી અમેરિકામાં આવતી પ્રોડક્ટસ પર જ ટેરિફ લગાવ્યા છે એવું નથી. અમેરિકાએ ભારતને ઇરાનથી તેલ ખરીદતા પણ અટકાવ્યું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતના યોગદાનને પણ અજર અંદાજ કર્યુ છે.

હવે જો અમેરિકા ભારત સાથે પણ વેપાર યુદ્ધ છેડી નાંખે તો ચીન બાદ ભારતમાં આવવા માંગતી કંપનીઓ પર તેની દુરોગામી અસર થઈ શકે છે. આ કંપનીઓ ભારતમાં આવતાં પહેલાં ફેર વિચાર કરવા પણ મજબુર બને.

બ્લૂમબર્ગના લેખમાં ભારત અને અમેરિકા બંને માટે ઉપાય આપવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રસાશનને ભારતની નવી સરકારને થોડો સમય આપે. જ્યારે ભારતે એવા પગલા ભરવા જોઈએ જેથી અમેરિકા અને ચીનના વેપાર યુદ્ધ સમયે ભારત અંગે ટ્રમ્પ પ્રસાશનને મળેલી ખોટી સલાહનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન