ઈન્સ્ટાગ્રામ પર છવાઇ ગયા પીએમ મોદી, બન્યા ટોપ મોસ્ટ સોશિયલ મીડિયા ગ્લોબલ લીડર - Sandesh
  • Home
  • India
  • ઈન્સ્ટાગ્રામ પર છવાઇ ગયા પીએમ મોદી, બન્યા ટોપ મોસ્ટ સોશિયલ મીડિયા ગ્લોબલ લીડર

ઈન્સ્ટાગ્રામ પર છવાઇ ગયા પીએમ મોદી, બન્યા ટોપ મોસ્ટ સોશિયલ મીડિયા ગ્લોબલ લીડર

 | 1:08 pm IST

ફોટો અને વીડિયો શેયરિંગના મોટા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તહેલકો મચાવી દીધો છે. વડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની આંકડાઓમાં દુનિયાના નેતાઓમાં ટોપ પર પહોંચી ગયા છે. ટિમ્પલોમેસી દ્વારા તાજા રિપોર્ટ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિડ ડોનાલ્ડ ટંમ્પ ત્રીજા નંબર પર છે. જ્યારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બીજા નંબર પર છે. ચોથા નંબર પર પોપ ફ્રાન્સિસ અને પાંચમાં નબર પર જોર્ડનની મહારાની ક્વિન રનિયા છે. જણાવી દઈએ કે, કુવૈતમાં જન્મેલ રનિયા એક સામાન્ય છોકરી હતી જે પાછળથી મહારાણી બની ગઈ. તે 48ની ઉંમરમાં પણ યુવા છોકરી જેવી દેખાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બર, 2014નો ઈન્સ્ટાગ્રામ પર આવ્યા હતા

ટિપ્લોમેસીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર ખુબ જ ઝડપથી વધી રહ્યાં છે. પાછલા એખ વર્ષમાં તેમના ફોલોઅરની ગ્રોથ રેટ 50 ટકાથી વધારે રહી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅરોની સંખ્યામાં માત્ર 32 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બર, 2014ના દિવસે ઈન્સ્ટાગ્રામ પર આવ્યા હતા. તેમને પ્રથમ પોસ્ટના રૂપમાં એશિયન સમિટની તસવીર શેર કરી હતી. વડાપ્રધાને અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર માત્ર 237 પોસ્ટ જ શેર કરી છે. વડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅરની સંખ્યામાં તો આગળ છે જ તેની સાથે તેઓ મોસ્ટ ઈન્ટરએક્ટિવ રાજનેતાઓની લિસ્ટમાં પણ ચોથા નંબર પર છે. જોકે, અહી ડોનાલ્ડ ટ્રમ્પ ટોપ પર છે.

પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડિયા એકાઉન્ટથી અત્યાર સુધી 209 પોસ્ટ શેર કરવામા આવી

ટિપ્લોમેસીના રિપોર્ટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ જગ્યા મળી છે. તેઓ આવા વૈશ્વિક નેતાઓની સૂચીમાં સામેલ છે જે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. તેમના પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડિયા નામના એકાઉન્ટથી અત્યાર સુધી 209 પોસ્ટ શેર કરી છે. આ એકાઉન્ટને 4 લાખથી વધારે લોકો ફોલો કરે છે. રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ એકાઉન્ટ બન્યો હતો અને 20 સપ્ટેમ્બર 2016ના દિવસે પ્રથમ પોસ્ટ શેર કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર સર્વાધિક ફોલો કરનારા રાજનેતાઓની લિસ્ટ

1. નરેન્દ્ર મોદી
2. જોકો વિડોડો
3. ડોનાલ્ડ ટ્રમ્પ
4. પોપ ફ્રાન્સિસ
5. ક્વિન રનિયા
6. રજબ તૈયબ અર્દોઆન
7. વ્હાઈટ હાઉસ
8. રોયલ ફેમિલી
9. મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ
10. દિમિત્રી મેદવેદેવ