Donald Trump's Eldest Son Junior Corona Tests Positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પના ઘરના વધુ એક સભ્યને લાગ્યો કોરોના વાયરસનો ચેપ, થયા ક્વારન્ટાઈન

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરના વધુ એક સભ્યને લાગ્યો કોરોના વાયરસનો ચેપ, થયા ક્વારન્ટાઈન

 | 12:45 pm IST
  • Share

અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના 42 વર્ષિય મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયર (Donald Junior) પણ કોરોના વાયરસથી સંક્રમિત (Corona infected) થયા છે. તેમનો આ અઠવાડિયે કોરોના ટેસ્ટ (Corona Test) કરાવવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ (Corona Positive) મળી આવ્યા છે. કોરોના પોઝિટિવનો રિપોર્ટ (Corona Report) આવતાં એમણે પોતાની જાતને ક્વોરંટાઇન કરી લીધી હતી.

ડોનાલ્ડ જૂનિયરના સેક્રેટરી (Donald Junior Sacretory) એ કહ્યું હતું કે, આ અઠવાડિયાની શરૂઆતમાં ડોનાલ્ડની તબિયત બગડી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતાં. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ડોનાલ્ડે જાતે ક્વોરંટાઇન અપનાવી લીધું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરમાં કોરોનાના કોઇ લક્ષણ નથી. તેમ છતાં કોરોના પોઝિટિવ થયા બાદ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં કોરોન્ટાઇન થઇ ગયા છે. હાલ જુનિયર ડૉક્ટરોનાં સલાહ-સૂચનનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. તેમના પ્રવક્તાએ આ જાણકારી આપી.

ટ્રમ્પની પરિવારના મોટાભાગના સભ્યોને કોરોના

ટ્રમ્પ જૂનિયર પહેલાં તેમના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની સાવકી માતા મેલાનિયા ટ્રમ્પ અને તેમના નાના ભાઇ બૈરોન પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આ અગાઉ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલના પુત્ર પણ શુક્રવારે કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અમેરિકાની ફર્સ્ટ ફેમિલીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન