શું દુનિયા આખીને ભરખી જશે ડૉનાલ્ડ ટ્રમ્પનો આક્રમક રાષ્ટ્રવાદ? - Sandesh
  • Home
  • Featured
  • શું દુનિયા આખીને ભરખી જશે ડૉનાલ્ડ ટ્રમ્પનો આક્રમક રાષ્ટ્રવાદ?

શું દુનિયા આખીને ભરખી જશે ડૉનાલ્ડ ટ્રમ્પનો આક્રમક રાષ્ટ્રવાદ?

 | 8:00 pm IST

ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટના નામે એક પછી એક આશ્ચર્યજનક નિર્ણયો લઈ રહ્યાં છે. હવે ચીને પણ દુનિયાને સચેત કરી છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં વધતો જતો રાષ્ટ્રવાદ દુનિયા માટે ખતરાની ઘટી સમાન છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશીત અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, ‘અમેરિકા ફર્સ્ટ”ના સિદ્ધાંત પર ચાલી રહેલા ટ્રમ્પની માત્ર આર્થિક જ નહીં વિદેશ નીતિ પણ રાષ્ટ્રવાદી છે અને તેનાથી વૈશ્વિકકરણને ખતરો છે.

સમાચારપત્રમાં જણાવ્યા પ્રમાણે આર્થિક મોર્ચે ટ્રમ્પ અમેરિકાની નોકરીઓ બચાવવાની વકીલાત કરે છે, ફ્રી ટ્રેડનો વિરોધ કરે છે અને બેધડક દુનિયાના દેશો પર અમેરિકા સાથે ખોટી રીતે વ્યાપાર કરવાનો આરોપ લગાવવા લાગે છે. કુટનૈતિક રીતે લેવામાં આવેલા નિર્ણયો પર નજર કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેરિસ ક્લાઈટ ચેન્જ સમજુતિમાંથી અમેરિકાને અલગ કર્યું અને મેક્સિકો તથા 7 મુસ્લિમ દેશો વિરૂદ્ધ વિવાદાસ્પદ આદેશ આપ્યા.

ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં ખુબ જ ઝડપથી વધી રહેલો રાષ્ટ્રવાદ દુનિયા માટે ખતરનાક સંકેત છે. રાષ્ટ્રવાદ વૈશ્વિકીકરણ માટે સૌથી મોટો પડકાર બની ચુક્યો છે. વધતો રાષ્ટ્રવાદ અને સંરક્ષણવાદ વૈશ્વિકરણની પ્રક્રિયા પર વિપરીત અસર પહોંચાડી શકે છે. કથિત રાષ્ટ્રવાદની વાત કરતા અમેરિકા ચીન સહિતના બીજા દેશો પર આંગળી ચીંધે છે. હવે એવી સ્થિતિ નિર્માણ પામી રહી છે કે, ટ્રમ્પના આક્રમક રાષ્ટ્રવાદથી મોટો ખતરો ઉભો થયો છે.

અસ્થિરતાનું સૌથી મોટુ કારણ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શક્તિશાળી સેના અને આર્થિક સદ્ધરતા સાથે અમેરિકાનો રાષ્ટ્રવાદ જો સર્વોચ્ચ સ્તર પર પહોંચી શકે છે તો તેના પરિણામો ભયાનક આવશે. આ સ્થિતિમાં આગળ જતા સરમુખત્યાર શાહી આવી શકે છે. એ કહેવું પણ ખોટું નથી કે આજના સમયમાં દુનિયામાં અસ્થિરતા માટે સૌથી મોટું કારણ અમેરિકા છે. અમેરિકાના કારણે જ આંતરરાષ્ટ્રિય સંબંધોને અસર પહોંચે છે. એવામાં ચિંતા એ વાતની પણ છે કે, આખરે ટ્રમ્પનો રાષ્ટ્રવાદ અમેરિકાને ક્યાં લઈને જઈને છોડશે.

બાળકોને પરિવારથી અલગ કરવાના નિર્ણય પર વિવાદ

સમાચારપત્રમાં ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ઈમિગ્રેશન પૉલિસીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને અંતર્ગત અમેરિકા-મેક્સિકો બોર્ડર પર માતા-પિતાને તેમના બાળકોથી અલગ કરવામાં આવી રહ્યાં છે. દુનિયાભરના અનેક સંગઠનો, દેશ અને જાણીતિ હસ્તિઓ અમેરિકાની સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી બાજુ ટ્રમ્પનું કહેવું છે કે, તે અમેરિકાને પ્રવાસીઓનું આશ્રયસ્થાન નહીં બનવા દે અને ન તો શરણાર્થિઓ માટેની જગ્યા. ટ્રમ્પ ભલે આ નીતિનો બચાવ કરે પરંતુ સરહદ પર બ્બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવા રાષ્ટ્રવાદી પગલું છે? ટ્રમ્પ તેમની અન્ય નીતિઓની માફક ઈમિગ્રેશન પોલિસીને પણ રાષ્ટ્રવાદના ચશ્માથી જ જુએ છે.

ટ્રમ્પનો તર્ક

ટ્રમ્પનું કહેવું છે કે, પહેલાની ઈમિગ્રેશન નીતિઓથી નોકરીઓમાં પ્રતિસ્પર્ધા વધી છે અને રાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી માટે પડકાર ઉભો થયો છે. સામાજીક સેવાઓ પર સરકારી ખર્ચ વધવો અને આતંકવાદ તથા અપરાધની ઘટનાઓ પણ વધી છે. તે મેક્સિકો અને મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા લોકોને શંકાની નજરે જુએ છે.