ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર ગૈરી કોનનું રાજીનામું - Sandesh
NIFTY 10,986.95 -21.10  |  SENSEX 36,420.24 +-99.72  |  USD 68.5150 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર ગૈરી કોનનું રાજીનામું

ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર ગૈરી કોનનું રાજીનામું

 | 1:25 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર અને ગોલ્ડમેન સેક્સના ભૂતપર્વ અધિકારી ગૈરી કોને મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે વ્હાઇટ હાઉસ દ્વારા ઈસ્પાત અને એલ્યુમિનિયમ પર લગાવવામાં આવનાર આયાત કરની યોજના પર વિરોધ વ્યક્ત કરતાં રાજીનામું આપી દીધું છે.

આ અંગે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, દેશની સેવા કરવી મારાં માટે સન્માનની વાત છે અને અર્થવ્યવસ્થાને લાભ પહોંચાડનારી નીતિઓથી અમેરિકાના લોકોને વિશેષ લાભ થયો છે. જેમાં ઐતહાસિક કર સુધારથી વિશેષ લાભ થયો છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું કે જેમને મને આ કામ કરવાની તક આપી. હું ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું.

ગૈરીનું રાજીનામું આવતાં અઠવાડિયાથી અમલમાં આવશે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા ટ્રમ્પના નિવેદન અનુસાર, ગૈરી મારા મુખ્ય આર્થિક સલાહકાર રહ્યા છે અને તેમને કર ઘટાડા અને તેમાં સુધારા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તેમના જેવા પ્રભાવશાળી વ્યક્તિ સરળતાથી મળશે નહીં. હું અમેરિકાના લોકોને માટે તેમના કામ પ્રત્યેના સમર્પણ માટે આભાર વ્યક્ત કરું છું.