Don't accidentally click on a new Tiktok link circulating in the Mobile
  • Home
  • Tech
  • મોદી સરકારના પ્રતિબંધ બાદ Tiktokની નવી લિંક આવી બજારમાં, ભૂલથી પણ ના કરતા ક્લિક…

મોદી સરકારના પ્રતિબંધ બાદ Tiktokની નવી લિંક આવી બજારમાં, ભૂલથી પણ ના કરતા ક્લિક…

 | 9:18 pm IST

સરકાર દ્વારા ટિકટોક એપ પર બેન લગાવવામાં આવ્યો છે. પરંતુ સાઈબર ક્રિમિનલો દ્વારા હવે ટિકટોકને ફરી શરૂ કરવા અને લોકોના ડેટા ચોરી કરવા માટે સાઈબર ચોરીનો નવો કિમિયો શરૂ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા દેશની અને દેશના લોકોની સુરક્ષાનેને ધ્યાનમાં રાખીને ભારતનો ડેટા ચાઈના ન વાપરી શકે તે માટે અનેક એપલિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ સાઈબર ક્રિમિનલો દ્વારા ટિકટોકને ફરી ઓપન કરી અને વાપરવા માટેનો કિમિયો મળી ગયો છે. ટિકટોકને ફરી શરૂ કરવા માટે એક લીન્ક બજારોમાં અનેક મોબાઈલોમાં ફરતી થઈ છે. આ લિંકને ખોલતા જ તમે ટિકટોક ડાઉનલોડ કરી શકો છે. પરંતુ ચેતજો આ એપ્લિકેશન તમારો બધો જ ડેટા તમારા જ સ્માર્ટ ફોનમાંથી ચોરી શકે છે.

આ અંગે સાઇબર એક્સપર્ટ કૈશલ ભાવસાર જણાવી રહ્યા છે કે, ટીકટોકને ફરી ડાઉનલોડ કરવાનો જે કિમિયો બજારમાં ફરતો થયો છે જો તે લિંક મેળવીને તમે ફરીથી ટિકટોરને ડાઉનલોડ કરશો તો તમારા ફોનનો તમામ ડેટા ચોરાઈ શકે છે. નવી આવેલી એપ્લિકેશનમાં અનેક સિક્યોરીટીના પ્રશ્નો છે. આ એપથી તમારા લોકેશનની સાથે તમારી પર્સનલ માહિતી પણ ચોરાઈ શકે છે. ફોનમાં રહેલી તમામ પર્સનલ ડિટેઈલ ટિકટોક મારફતે ચોરાશે.

ટિકટોક રસીયાઓ ફરી એક વાર ચેતી જજો. સાઈબર ક્રિમિનલ દ્વારા હેકિંગ કરીને બનાવેલ આ ટિકટોક લિંક જો તમે ડાઉનલોડ કરશો તો તમારા ફોનમાં રહેલી તમામ મેમરીનો ઉપયોગ સાઈબર ક્રિમિનલ કરી શકે છે. માત્ર આટલુ જ નહીં તમારા ફોન નંબર, ફોટોઝ, લોકેશન અને અનેક એપ્લિકેશનનો ડેટા આ તમામ માહિતી તમે આ એપ ડાઉનલોડ કરો છો તો તેની પરવાનગી સાઈબર ક્રિમિનલને તમે આપી રહ્યા છો.

આ વીડિયો પણ જુઓ : દિલ્હી 7 કલાક સુધી ચાલી અહેમદ પટેલની પૂછપરછ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન