Don't Force To Pursue Other Action Says UNSC to China
  • Home
  • Featured
  • UNSCની ચીનને ખુલ્લી ધમકી, તમારા વિરુદ્ધ પગલા લેવા માટે મજબૂર ન કરો

UNSCની ચીનને ખુલ્લી ધમકી, તમારા વિરુદ્ધ પગલા લેવા માટે મજબૂર ન કરો

 | 8:06 pm IST

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ડિપ્લોમેટ્સ દ્વારા ચીનને ચેતાવણી આપી દેવામાં આવી છે. આ મામલે ડિપ્લોમેટ્સ જણાવે છે કે જો ચીન હવે આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેના રસ્તામાં અવરોધ બનશે તો, તેના વિરુદ્ધ પગલા લેવા માટે મજબૂર થવું પડશે.

આ મામલે સુરક્ષા પરિષદના ડિપ્લોમેટ દ્વારા ચીનની સીધી ભાષામાં ચેતાવણી આપી દેવામાં આવી છે કે આ મામલે ચીન અવરોધ ઉભા કરવાનું ચાલું રાખશે, તો જવાબદા સદસ્ય દેશ, સુરક્ષા પરિષદમાં અન્ય પગલા ભરવા માટે મજબૂર થઇ શકે છે અને તેટલા માટે આશા છે કે આ પ્રકારની સ્થિતિ ઉભી ન થવી જોઇએ. ડિપ્લોમેટ દ્વારા તેની ઓળખને છૂપાવવાની શરતે આ માહિતી આપવામાં આવી છે.

આ મામલે અન્ય પરિષદના અન્ય એક ડિપ્લોમેટનું કહેવું છે કે ચીનએ આ મામલે ચોથી વખત અવરોધ ઉભો કર્યો છે. ચીનની સમિતિએ આ કામને કરવા માટે અટકાવવાના પ્રયત્ન ન કરવા જોઇએ, જે કામ સુરક્ષા પરિષદ દ્વારા તેમને સોંપવામાં આવ્યું છે. આ મામલે લેવામાં આવેલા નિર્ણયો અને ચર્ચા વિચારણા પર જાહેરમાં ટિપ્પણી કરી શકે નહીં એટલા માટે એટલા માટે તેમણે પણ ઓળખ છૂપાવાની શરતે આ માહિતી જાહેર કરી હતી.

આ મામલે અમેરિકાએ પણ ચીનની આલોચના કરી

તેમણે પાકિસ્તાનની ધરતી પર સક્રિય આતંકવાદને લઇને પાકિસ્તાન દ્વારા ચીન પર આધાર રાખવાને લઇને પણ અમેરિકા દ્વારા ભારે આલોચના કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રાલ્યના પ્રવક્તા રોબર્ટ પલાડિનોએ પણ જણાવ્યું હતું કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઇને પણ ઘણાબધા કારણો છે. અમેરિકી કોંગ્રેસના સદસ્ય બ્રેડ શરમૈનએ જણાવ્યું હતું કે ચીન દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઇ વીટો પાવરનો ઉપયોગ કરીને આ નિર્ણયને અટકાવી દીધો હતો, આ એ જ આતંકવાદી છે કે જેણે ભારતના પુલવામા જિલ્લામાં હુમલો કરાવ્યો હતો. હું ચીનને અપીલ કરું છું કે તે સંયુક્ત રાષ્ટ્રને મસૂદ અઝહર પર પ્રતિબંધ કરવા માટે કામ કરવા દે.