Kerala Police, KIKI Dance, Nille Nille, Kerala, Dance, Challange Dance
  • Home
  • India
  • KIKI બાદ હવે આવ્યો ખતરનાક ડાન્સનો ટ્રેન્ડ, જાણો શું છે નામ

KIKI બાદ હવે આવ્યો ખતરનાક ડાન્સનો ટ્રેન્ડ, જાણો શું છે નામ

 | 9:17 pm IST

કેરળ પોલીસ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા એક નવા ટ્રેન્ડ નિલ્લે નિલ્લે ચેલેન્જથી ઘણી પરેશાન છે. કેરળ પોલીસે નિલ્લે નિલ્લે ચેલેન્જ કરી રહેલાં લોકોને ચેતવણી આપી છે. પર્ફોર્મિંગ સોશિયલ ટિકટોક અને મ્યુઝિકલી પર છેલ્લા કેટલાક દિવસોથી કિકિ ચેલેન્જની જેમ એક નવો ટ્રેન્ડ નિલ્લે નિલ્લે શરૂ થયો છે. આ ચેલેન્જમાં લોકો ચાલતાં વાહનોમાંથી કૂદીને ડાન્સ કરી રહ્યાં છે.

શું છે નિલ્લે નિલ્લે ચેલેન્જ

હકીકતમાં આ એક નવો સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે જેમાં લોકો ચાલતાં વાહનોમાંથી અચાનક કૂદીને ડાન્સ કરવા લાગે છે અને પછી ભાગી જાય છે. મોટાભાગના વીડિયોમાં લોકો સરકારી બસો, ટ્રેનો અને ખાનગી વાહનોમાંથી ઊતરીને ડાન્સ કરતાં દેખાયાં હતાં. આ ડાન્સ મલયામલી ફિલ્મ રેન રેન કમ અગેનનાં ગીત નિલ્લે નિલ્લે એન્તા નીલા ક્યુલે પર કરવામાં આવી રહ્યો છે. નિલ્લે નિલ્લેનો અર્થ થોભો, થોભો એવો થાય છે. ગત 15 દિવસોમાં આ ચેલેન્જના ઘણા વીડિયો વાઇરલ થયા હતા. ટ્રાફિકની દૃષ્ટિએ આ ટ્રેન્ડ ખતરનાક છે અને તેનાથી દુર્ઘટના થવાનો પૂરો ભય રહે છે.

કેરળ પોલીસે લોકોને ચેતવણી આપી

નિલ્લે નિલ્લેના ઘણા વીડિયો વાઇરલ થયા બાદ કેરળ પોલીસે તેનાં ફેસબુક પેજ પર એક ચેતવણી જારી કરી છે. આ ચેલેન્જ પૂરી કરવા માટે લોકો સરકારી બસોને રોકી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.