Don't stop the Punjabis road, car park middle road picked up video viral social media
  • Home
  • Featured
  • ભૂલથી પણ ન રોકવો પંજાબીઓનો રસ્તો, બાહુબલીની જેમ ઉચકી લીધી કાર – Video વાયરલ

ભૂલથી પણ ન રોકવો પંજાબીઓનો રસ્તો, બાહુબલીની જેમ ઉચકી લીધી કાર – Video વાયરલ

 | 11:02 am IST

પંજાબ અને પંજાબીઓની વાત જ કંઇક અલગ હોય છે. હરફન મૌલા, હર દિલ અજીજ, હર દમ મૂડમે, આ તેમની ખાસિયત છે. એક વીડિયો ટ્વિટર પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા બતાવવામાં આવ્યું છે કે આ વીડિયો પંજાબના મોગ શહેરનો છે. એક વ્યક્તિ કારથી જઇ રહ્યો છે. રસ્તાની વચ્ચે એક બીજા શખ્સે તેની કાર પાર્ક કરી રાખી છે. જેનાથી રસ્તો બ્લોક થઇ ગયો છે. જોકે, આવી સ્થિતિમાં કોઇપણ હોય તો હોર્ન વગાડીને ગાડી વાળાને બોલાવે છે અને તેને હટાવવા કહે છે. પરંતુ આ ભાઇએ એક અલગ જ રસ્તો નીકાળ્યો છે.

આશરે 29 સેકન્ડનો વીડિયો ખરેખર જોવા લાયક છે. આ વીડિયો એક ટ્વિટર યુઝરે શેર કર્યો છે અને લખ્યું છે કે ક્યારેય પંજાબીઓનો રસ્તો ન રોકવો જોઇએ. જોકે, આ વીડિયોમાં એક કાર વચ્ચે ઉભી છે જેથી આવવા જવાનો રસ્તો બ્લોક થઇ ગયો છે તો કારમાંથી એક વ્યક્તિ ઉતરે છે અને વચ્ચે પડેલી કારને હાથથી ઉઠાવીને કિનારા પર મૂકી દે છે. જ્યારે અન્ય કારનો ડ્રાઇવર પણ આવે છે અને તે હસતા હસતા ઇશારામાં બધુ બરાબર છે અને થમ્સ અપ બતાવે છે. આ વીડિયો 20 નવેમ્બર સાંજે શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 36.9K વખત જોવામાં આવ્યો છે. 3.8k લાઇક્સ મળી ચૂક્યા છે અને 1.2k વખત રીટ્વિટ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન