Don't Talk On Phone while Driving otherwise government can give you punishment for that
  • Home
  • Featured
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચેતજો, નહીં તો મેમો નહીં પણ આ સજા ભોગવવા તૈયાર રહો

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચેતજો, નહીં તો મેમો નહીં પણ આ સજા ભોગવવા તૈયાર રહો

 | 1:22 pm IST

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવેથી ચેતી જાજો. હાલ મહેસાણામાં એક એવી ઘટના સામે આવી છે જેણે સાંભળીને નવાઇ લાગી શકે છે. મહેસાણામાં બે વ્યક્તિઓ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતો હોવાથી તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. આ સાથે 30 લોકોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે.

આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તે લોકો યોગ્ય ખુલાસો ન કરે તો કાયમી ધોરણે તેમનું લાયસન્સ રદ કરાશે તેવું કહેવામાં આવ્યું છે.

મહેસાણા RTO દ્વારા કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. ફેટલ અકસ્માતમાં 14 લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા તેમને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા RTO દ્વારા કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હવેથી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે તંત્રનો વ્રજ પ્રહાર સહન કરવા તૈયાર રહેવું પડશે.

જેના ભાગરૂપે આજે મહેસાણામાં બે લોકો ચાલું વહાને ફોન પર વાત કરતા તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરાયા છે. સાથે એવું કહેવામાં આવ્યું છે કે તેઓ યોગ્ય ખુલાસો કરે તો જ નવા લાયસન્સ બનશે.

તો બીજી બાજુ મહેસાણા RTOએ 30 લોકોને લાયસન્સ રદ્દ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ છે. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો લાઇસન્સ આજીવન રદ કરી દેવા પણ તંત્રએ તૈયારીઓ બતાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન