switzerland video: Don't use chinese product in diwali kathiyawadi woman
  • Home
  • Videos
  • Featured Videos
  • કાઠિયાવાડી મહિલાએ સ્વિત્ઝરલેન્ડમાં બેેસીને બધાના માથા ધુણાવી નાખ્યાં, ગુજરાતી ખાસ જુઓ આ VIDEO

કાઠિયાવાડી મહિલાએ સ્વિત્ઝરલેન્ડમાં બેેસીને બધાના માથા ધુણાવી નાખ્યાં, ગુજરાતી ખાસ જુઓ આ VIDEO

 | 5:34 pm IST

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આપણે એવું ઘણી વખત સાંભળ્યું હોય કે આજુબાજુના લોકોની કદર કરવી જોઈએ. જેવી રીતે પેલી કહેવત છે કે ઘરકી મુરઘી દાલ બરાબર. એવી જ રીતે આ વીડિયોમાં પણ આપણી આજુબાજુના લોકોની રોજગારી આપણે કઈ રીતે વધારી શકીએ એના વિશે વાત કરવામાં આવી છે.

સ્વિત્ઝરલેન્ડથી આ મહિલા ખાસ સંદેશો લઈને આવી છે. આ મહિલા કાઠિયાવાડી છે અને બોલીમાં તેનો લહેકો પણ કાઠિયાવાડી છે. તે જણાવે છે કે માત્ર સસ્તામાં કોઈ વસ્તુ લેવા માટે આપણે ઘરથી દુર જઈને ખરીદી કરીએ એનાથી આપણી આજુબાજુના લોકોનો ધંધો ચોપટ થઈ જાય અને એને રોજગારી મળતી નથી.

નાની નાની દુકાનો અને લારીઓ વાળા પાસે વસ્તુ બની શકે કે થોડી મોંઘી હોય પણ એ લોકોની રોજગારીનું શું?. મહિલા પોતાનું જ ઉદાહરણ આપીને કહે છે કે મારે અહીંથી જર્મની 50 કિલોમીટર દુર થાય છે અને ત્યાં એની એ જ વસ્તુ 30 ટકા સસ્તા ભાવમાં મળે છે પરંતુ અમે ત્યાં નથી જતાં. કારણ કે જો બધા ત્યાઁ જવા લાગશે તો પછી અહીંના લારીના લોકો અને નાની નાની દુકાનો ચલાવતા દુકાનદારોના ધંધાનું શું થશે?

ગરીબને વધારે ગરીબ અને અમીરને વધારે અમીર બનાવવામાં કદાચ આ જ ફેક્ટર કામ કરે છે. જો એવું ન કરવું હોય તો આ મહિલાની વાત 100 ટકા માનવા જેવી છે. કઈ રીતે ગરીબને પોતાની રોજી રોટી મળી રહે અને એ પણ આપણા થકી જ. આપણે નવું કંઈ નથી કરવાનું બસ એક સામાન્ય વાત જ વિચારવાની છે. આ મહિલા બીજું પણ ઘણું બધું કહે છે કે જે સાંભળો આ વીડિયોમાં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન