Don't Worry, One Democracy Will Settle It,' Jaishankar To US Senator On Kashmir
  • Home
  • Featured
  • કાશ્મીર પર અમેરિકી સેનેટરે ઉઠાવ્યા સવાલ તો વિદેશમંત્રી જયશંકરે આપ્યો સણસણતો જવાબ

કાશ્મીર પર અમેરિકી સેનેટરે ઉઠાવ્યા સવાલ તો વિદેશમંત્રી જયશંકરે આપ્યો સણસણતો જવાબ

 | 11:11 am IST

કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દુનિયાના જુદા જુદા દેશોમાં જઈને ભારત વિરૂદ્ધ ફરિયાદ કરી ચુક્યું છે પણ ક્યાંય તેની દાળ ગળી નથી. આ ઉપરાંત જુદા જુદા દેશોના રાજદ્વારીઓના સમુહો પણ કાશ્મીરની મુલાકાત લઈ ચુક્યા છે. આ બધા પણ કાશ્મીરમાં કંઈ જ અયોગ્ય ના હોવાનું જણાવી ચુક્યા છે ત્યારે અમેરિકીના એક સેનેટરે સવાલ ખડા કર્યા છે.

જોકે અમેરિકાના આ સેનેટરને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જોરદાર જવાબ આપ્યો હતો. અમેરિકાના સેનેટરે મ્યૂનિચ સોક્યોરિટી કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં ભાગ લેવા દુનિયાના અનેક વિદેશ મંત્રી સહિતના નેતાઓ હાજર છે.

અમેરિકાના સેનેટર લિંડસે ગ્રાહમે સમ્મેલનમાં પરિચર્ચા દરમિયાન કાશ્મીરનો હવાલો આપતા કહ્યું હતું કે, લોકતંત્રનું પ્રદર્શન કરવાનો સૌથી યોગ્ય રસ્તો છે કે, કાશ્મીર મુદ્દાનું લોકતાંત્રીક રીતે સમાધાન કરવામાં આવે.

રિપબ્લિકન નેતાએ કહ્યું હતું કે, ભારતમાં તમે આગળ વધી રહ્યાં છો, તમારી સામે અનેક સમસ્યાઓ પણ છે જેવી આમારા સામે ઘર આંગળે છે પણ તમે તમારો લોકતાંત્રીક રસ્તો અપનાવ્યો. જ્યારે કાશ્મીરની વાત આવે છે ત્યારે હું એ વાત નથી જાણતો કે તમે તેનો કેવી રીતે અંત લાવશે પણ એ સુનિશ્ચિત કરો કે બંને લોકતંત્ર તેનું જુદી રીતે સમાધાન કરશે. જો તમે તમારી અવધારણાને સાબિત કરી દેશો તો મારૂ માનવું છે કે, આ લોકતંત્ર દર્શાવવાનો શાનદાર માર્ગ હશે.

અમેરિકી સેનેટરને રોકડું પરખાવતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના હાજર જવાબીપણાનો પણ પરિચય આપ્યો હતો. જયશંકરે અમેરિકાના સેનેટ લિંડસે ગ્રાહમને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, સેનેટર, તમે ચિંતા ના કરો. એક લોકતંત્ર તેનું સમાધાન કરશે અને તમે જાણો છો કે તે કોણ છે.

ન્યૂનિક સમ્મેલનમાં વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તે પહેલા જેટલુ વિશ્વાસપાત્ર હતુ તેટલુ હવે રહ્યું નથી. ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્ર જેટલુ વિશ્વસનીય હતું, તેટલુ હવે રહ્યું નથી. એ બાબત ખુબ જ આશ્ચર્ય પમાડનારી છે કારણ કે તમે આ બાબતે વિચારો છો, અનેક વસ્તુઓ 75 વર્ષ જુની નથી અને કેટલીક પહેલા જેવી જ સારી છે. સ્પષ્ટ છે કે, અહીં કંઈક કરવાની જરૂર છે.

મ્યૂનિચ સિક્યોરિટી કોન્ફરન્સનું આયોજન 14થી 16 જાન્યુઆરી સુધીનું છે. આ આંતરરાષ્ટ્રીય સુરક્ષા નીતિ પર ચર્ચાનું મહત્વનું ફોરમ છે.

આ વીડિયો પણ જુઓ : બિન અનામત વર્ગના પ્રતિનિધિમંડળની મંત્રીઓ સાથે મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન