"જેના મોદી જેવા ભાઈ હોય, તેને કોઈનાથી ડરવાની શી જરૂર" - Sandesh
  • Home
  • India
  • “જેના મોદી જેવા ભાઈ હોય, તેને કોઈનાથી ડરવાની શી જરૂર”

“જેના મોદી જેવા ભાઈ હોય, તેને કોઈનાથી ડરવાની શી જરૂર”

 | 5:50 pm IST

સંસદમાં ત્રણ તલાકને લઈને ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ મીનાક્ષી લેખીએ મુસ્લિમ મૌલવીઓ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સતી પ્રથાનું સમર્થન કરનારાઓ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થાય છે. તેવી જ રીતે ત્રણ તલાકના સાક્ષી બનનારા મૌલવીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.

લોકસભામાં રવિશંકર પ્રસાદના ભાષણ દરમિયાન બિલ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સુષ્મિતા દેવીઓ પોતાની પક્ષ રજુ કર્યો હતો. ભાજપના નેતા મીનાક્ષી લેખીએ જબાવમાં કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓ ત્રણ તલાક બિલને લઈને અમારા પક્ષમાં રહ્યાં હતાં, જેનો મને ખુબ જ આનંદ છે.

લોકસભામાં ત્રણ તલાક મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભાજપના નેતા મીનાક્ષી લેખીએ જવાબ આપ્યો હતો. લેખીએ એક શેર કહ્યો હતો કે, “ક્યોં બનાતે હૈ હમ એસે રિશ્તે, જો દો પલ મેં તુટ જાતે હૈ…. વાતા તો કરતે હૈ તાઉમ્ર વાદા નિભાને ક, લેકિન હલ્કી સી આંધીમે ગુજર જાતા હૈ”. લેખીએ કહ્યું હતું કે, આ જ સંસદે સતી પ્રથા કાયદા વિરૂદ્ધ નવો કાયદો ઘડ્યો અને સજા એ મોતની જોગવાઈ કરી. સતી પ્રથાનું સમર્થન કરનારાઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે.

જો સતી પ્રથા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય તો ત્રણ તલાકમાં સાક્ષી બનનારા મૌલવિઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ લેખીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રણ તલાક પર મંજુરીની મહોર મારનારા વિરૂદ્ધ કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે. જે સમાજને ગેરમાર્ગે દોરે છે, તેમને પણ સજા થાય. લેખીએ સંસદમાં આપેલા નિવેદનમાં ઉમેર્યું હતું કે, 1937 પહેલા કસ્ટમરી લૉ હતો, જેને મુસલમાનો પણ સમાનરૂપે સ્વિકારતા હતાં. તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી.

મીનાક્ષી લેખીએ ત્રણ તલાક બિલનું સમર્થન કરતા કહ્યું હતું કે, આ બિલ તલાક-એ-બિદ્દત એટલે કે ત્રણ તલાકને રોકવા માટે છે. આ બિલથી તલાક નહીં અટકે  પરંતુ, ત્રણ તલાકની પ્રથા જરૂર બંધ થશે. અત્યાર સુધીમાં શરીયતનું કોઈ સંહિતાકરણ નથી કરવામાં આવ્યું. જેના કારણે જેને જે મનમાં આવે છે, તે કરે છે. આ બિલથી મુસ્લિમ મહિલાઓને ન્યાય મળશે અને સરકાર તેમની સાથે છે. કસ્ટમરી લૉની માફક ત્રણ તલાકનો પણ કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી.

ભાજપના સાંસદે કહ્યું હતું કે, તલાક-એ-બિદ્દત આપી ક્ષણભરમાં મુસ્લિમ મહિલાઓને રોડ પર લાવી દેવામાં આવે છે. આ પ્રથાથી મહિલાઓને રક્ષણ પુરૂ પાડવું પડશે. જે ગતિથી ત્રણ તલાક આપવામાં આવી રહ્યાં છે, તેને રોકવાની જરૂર છે.

લેખીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાને લાલકિલ્લાની પ્રાચીર પરથી પોતાની મુસ્લિમ બહેનોના અધિકારો માટે ત્રણ તલાક વિરૂદ્ધ બિલ લાવવાનું વચન આપ્યું હતું, જેને સરકારે નિભાવ્યું છે. કોંગ્રેસ સહિતના નેતાઓને ટોણો મારતા કહ્યું હતું કે, જેના મોદી જેવા ભાઈ હોય, તેને કોઈનાથી ડરવાની શી જરૂર.