ડોર્ટમંડને હરાવી મોનાકો અંતિમ ચારમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડોર્ટમંડને હરાવી મોનાકો અંતિમ ચારમાં

ડોર્ટમંડને હરાવી મોનાકો અંતિમ ચારમાં

 | 1:52 am IST

મોનાકો, તા. ૨૦

ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલનાં પ્રથમ લેગમાં સિગ્નલ ઇડયુના પાર્ક ખાતે ડોર્ટમંડને ૩-૨થી હરાવનારી મોનાકોની ટીમે ઘરઆંગણે રમાયેલા બીજા લેગમાં યુવા ખેલાડી કાયલીન મ્બાપે, ફાલ્કાઓ અને વેલેરી જર્મેઇનનાં ગોલની મદદથી બોરૂશિયા ડોર્ટમંડને ૩-૧થી હરાવ્યું હતું. આ સાથે જ મોનાકોની ટીમે ચેમ્પિયન્સ લીગનાં ઇતિહાસમાં ચોથી વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લે ૨૦૦૩-૦૪ની સિઝનમાં તેઓ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં ચેલ્સી સામે તેમનો ૫-૩થી વિજય થયો હતો.

મેચની ત્રીજી મિનિટે જ યુવા સ્ટ્રાઇકર કાયલીન મ્બાપેએ ગોલ કરી મોનાકાની ટીમને ૧-૦થી આગળ કરી દીધી હતી. આ સાથે જ મ્બાપે ચેમ્પિયન્સ લીગનાં ઇતિહાસમાં પ્રથમ ચાર નોકઆઉટ રાઉન્ડની મેચમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેના આ ગોલની ૧૪ મિનિટ બાદ મોનાકોનાં સ્ટાર સ્ટ્રાઇકર ફાલ્કાઓએ ટીમનાં આસિસ્ટ સ્પેશ્યાલિસ્ટ થોમસ લીમારનાં પાસને ગોલમાં ફેરવી પોતાની ટીમને ૨-૦થી આગળ કરી દીધી હતી. બીજા હાફમાં ૪૮મી મિનિટે ડોર્ટમંડ તરફથી માર્કો રૂસે ડેમ્બેલીનાં પાસને ગોલમાં ફેરવી ડોર્ટમંડ તરફથી પ્રથમ ગોલ ફટકાર્યો હતો. ૮૧મી મિનિટે મોનાકોએ મેચમાં બીજા સબસ્ટિટયૂટ ખેલાડી તરીકે મ્બાપેનાં સ્થાને વેલેરી જર્મેઇનનો ઉપયોગ કર્યો હતો અને તેણે મેદાનમાં આવતાની સાથે ફક્ત ૨૨ સેકન્ડમાં થોમસ લિમારનાં પાસને ગોલમાં ફેરવી મોનાકોને ૩-૧થી શાનદાર વિજય અપાવ્યો હતો. સેમિફાઇનલનો ડ્રો શુક્રવારના રોજ યોજાશે.