દોસ્ત હું શબ્દ અને તું અર્થ, તારા વગર તો હું વ્યર્થ : હેપ્પી ફ્રેન્ડશિપ ડે - Sandesh
  • Home
  • Supplements
  • City Life
  • દોસ્ત હું શબ્દ અને તું અર્થ, તારા વગર તો હું વ્યર્થ : હેપ્પી ફ્રેન્ડશિપ ડે

દોસ્ત હું શબ્દ અને તું અર્થ, તારા વગર તો હું વ્યર્થ : હેપ્પી ફ્રેન્ડશિપ ડે

 | 2:10 am IST
  • Share

અમદાવાદ :

મિત્રતા, દોસ્તી, ફ્રેન્ડશિપ એ એવા શબ્દો છે જેઓ તમને જિંદગી જીવવાનું બળ પુરૂ પાડે છે. જ્યારે તમે મુશ્કેલીમાં હશો ત્યારે તમારો મિત્ર તમને આવીને કહેશે કે, ‘તુ ચિંતા ન કર, હું છું ને’- આ શબ્દો તમને ફરી એકવાર બેઠા થઇને લડવાની શક્તિ પૂરી પાડે છે. આજનો દીવસ આ મિત્રતાના સેલિબ્રેશનનો છે, તેમને થેંક્યૂ કહેવાનો દીવસ છે. આપણે ત્યાં વેદ પુરાઓ અને રામાયણ મહાભારતના સમયમાં પણ મિત્રતા હતી અને આજે સચીન જીગર હોય કે વિશાલ શેખર હોય તેમની મિત્રતાના ઉદાહરણો જાણીતા છે. ફ્રેન્ડશિપ ડે પર આપણે એવા લોકોની વાતો જાણીએ જેઓએ પોતાના ફ્રેન્ડ્સને લાઇફ પાર્ટનર બનાવીને સફરની શરૂઆત કરી છે તો કોઇ આજે પણ પોતાના દુર રહેતા મિત્રો સાથે ઓન લાઇન સોશીયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશિપ ડેનું સેલિબ્રેશન કરે છે.

વીડિયો કોલ પર સેલિબ્રેશન

કોલેજ છોડયો પછી અમારા બધા મિત્રો વેલ સેટલ્ડ થઇ ગયા. જે પણ ફ્રેન્ડ યુ.એસ., યુ.કે.માં છે તેમને ફ્રેન્ડશિપના દિવસે વીડિયો કોલ થ્રુ  કેક કાપીને એન્જોય કરીએ છીએ.

  • ટ્વિંક્લ પટેલ

હું સેમ ડ્રેસ, કે ઓર્નામનેટ અબ્રોડ સેન્ડ કરું છું

કોલેજમાં પહેલીવાર હિરલ સાથે મારી મિત્રતા થઇ ત્યારથી આજ દિન સુધી અમે એકબીજા વગર ક્યારેય બહાર ગયા નથી. તે સ્ટડી માટે અબ્રોડ ગઇ અને ત્યારથી ફ્રેન્ડશિપના દિવસે ખાસ વીડિયો કોલ કરી તેને હું ચોકલેટ ખવડાવું એટલે એના વતી હું ખાઉં અને એ મારા વતી ખાય.

  • નિકિતા પટેલ

સ્કૂલ ટાઇમ એવી મિત્રતા થઇ કે હવે અમે લગ્ન બંધને બંધાઇ રહ્યાં છીએ

જો તમારી બેસ્ટફ્રેન્ડ જ તમારી લાઇફ પાર્ટનર બને તો તમારી લાઇફ સેટ થઇ જાય છે. મારી સાથે સ્કૂલ ટાઇમથી સાથે રહેલી મારી મિત્ર સાથે મારી લાઇફ સેટલ થવા જઇ રહી છે. મારા મતે જે તમને સૌથી સારી રીતે સમજી શકે છે તે તમારો એક મિત્ર જ હોઇ શકે છે. જ્યારે કે મેં તો ફ્રેન્ડને જ મારી લાઇફ પાર્ટનર તરીકે મળી છે.

  • સોરીન શાહ

કેન્ડલ લાઇટ ડિનર અને રિસોર્ટમાં સરપ્રાઇઝ રહેશે

સારા મિત્રો માંથી એક સારા લાઇફ પાર્ટનર બનવાના સફરની શરૂઆત અમારી લાઇફમાં થઇ ચૂકી છે. તમને શું જોઇએ છે તે તમારો મિત્ર તમારાથી વધારે સારી રીતે જાણતો હોય છે. આ ફ્રેન્ડશિપ ડે પર હું તેને સરપ્રાઇઝ ડીનર અને સેલિબ્રેશન માટે એક રિસોર્ટમાં સ્ટે માટે બુકિંગ પણ કરાવ્યું છે.

  • ઉમિયા પટેલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો