ધતૂરો શરીરના વિવિધ ભાગોના રોગમાં ઉપયોગી બને છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ધતૂરો શરીરના વિવિધ ભાગોના રોગમાં ઉપયોગી બને છે

ધતૂરો શરીરના વિવિધ ભાગોના રોગમાં ઉપયોગી બને છે

 | 3:22 am IST

ભારતમાં ધતૂરાનો છોડ દરેક સ્થળે જોવા મળે છે. સામાન્ય રીતે આ છોડ ખેતરોના કિનારે, જંગલોમાં, ગામડામાં વગેરે જગ્યાએ વધારે જોવા મળે છે. ધતૂરાનું ફૂલ સફેદ, કાળા, નીલા, પીળા તથા લાલ આમ, પાંચ પ્રકારના ફૂલ હોય છે. આ છોડ ૧૭૦ સેમી સુધી ઊંચો તથા ઝાડીદાર હોય છે. આ છોડની શાખાઓ રીંગણી રંગની હોય છે. તેના પાન લંબગોળ હોય છે, તથા આ ફૂલનો આકાર ઊંધા ઘંટ આકારનો હોય છે, આ ફૂલ ૫થી ૭ ઇંચ લાંબા હોય છે. તેના ફળ કાંટાવાળા અને ગોળ-ગોળ હોય છે. ધતૂરાના ફળ પાકે ત્યારે તે તેની જાતે જ ફાટી જાય અને અનિયમિત ઢંગથી તેના બીજ દ્વારા ફૂલ બહાર નીકળે છે.

ધાર્મિક મહત્ત્વ

ધતૂરાના ફૂલને મહત્ત્વનું માનવામાં આવે છે. ધતૂરાના વૃક્ષનો રંગ લીલો અથવા સફેદ હોય છે. હિન્દુ ધર્મમાં શિવજીને ધતૂરાનું ફૂલ , ફળ અને પાન ચડાવવામાં આવે છે. એકમાત્ર શિવજી જ છે, જેમને ધતૂરાનું ફૂલ ચડાવવામાં આવે છે, આ સિવાય બીજા કોઇ દેવી દેવતાને આ ફૂલ ચડાવવામાં આવતું નથી. માનવામાં આવે છે, કે શિવજીનું આ પ્રિય ફૂલ છે, અને આ ફૂલ ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે.

ધતૂરાના વિવિધ ભાષાઓમાં વિવિધ નામ

ધતૂરાના ફૂલને હિન્દીમાં ધતૂરા, સંસ્કૃતમાં ધત્તૂર(કનક), મરાઠીમાં ધોત્રા, તેલુગુમાં અને તમિલમાં ઉમ્મત્ત, ફારસીમાં તાતૂર, અરબીમાં દાતૂર, અંગ્રેજીમાં થોરન એપલ વગેરે જેવા નામથી ઓળખવામાં આવે છે.

ધતૂરો ઔષધિ તરીકે

ધતૂરાને સામાન્ય છોડ માનવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે, પરંતુ તેની સાથે ધતૂરો ઔષધિ સમાન છે. ધતૂરો શરીરના વિવિધ ભાગોના રોગમાં ઉપયોગી બને છે.

– સરસિયાના તેલમાં ધતૂરાનો રસ મિક્સ કરીને તેને સાધારણ ગરમ કર્યા બાદ જો વાળમાં લગાવવામાં આવે તો તેનાથી માથામાંથી જૂ દૂર થાય છે.

– શરીરના કોઇપણ ભાગમાં સોજો આવ્યો હોય તો તે ભાગમાં ધતૂરાના પાનને બાંધવાથી સોજો દૂર થશે.

– ધતૂરાના ફૂલના ધુમાડાથી દમને શાંત કરે છે.

– ધતૂરાના પાનનો અર્ક કાનમાં નાંખવાથી આંખના દુખાવામાં રાહત મળે છે.

ધતૂરો હાનિકારક પણ છે

ધતૂરાનો વધારે પડતો નશો કરવામાં આવે તો તેનાથી વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે. ધતૂરો જેટલો ફાયદાકારક છે, તેટલો જ તે નુકસાનકારક પણ છે. પહેલાના સમયમાં ધતૂરાને આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ હાલના સમયમાં જો ધતૂરાના વિવિધ પ્રકારો હોય છે, તેમાંથી જો ખ્યાલ ન આવે કે કયો ધતૂરો ફાયદાકારક છે, તો તે જીવલેણ બની શકે છે, અને અંતે વ્યક્તિ મૃત્યુ પામે છે. તેથી પૂર્ણ જાણકારી ન હોય અથવા કોઇ જાણકાર ન હોય તો કોઇને પૂછયા વિના ધતૂરાનો ઔષધ તરીકે ઉપયોગ કરવો નહીં.

[email protected]