ગ્રેટર નોઇડા ડબલ મર્ડર કેસ: મા-દીકરીની હત્યામાં થયો સનસનીખેજ ખુલાસો - Sandesh
  • Home
  • India
  • ગ્રેટર નોઇડા ડબલ મર્ડર કેસ: મા-દીકરીની હત્યામાં થયો સનસનીખેજ ખુલાસો

ગ્રેટર નોઇડા ડબલ મર્ડર કેસ: મા-દીકરીની હત્યામાં થયો સનસનીખેજ ખુલાસો

 | 2:58 pm IST

ગ્રેટર નોઇડાના ડબલ મર્ડર કેસમાં બ્લુ-વેલ ગેમનો એંગલ પણ સામે આવી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે મુખ્ય શંકાસ્પદ બ્લૂ વેલ રમતો હતો અને તેને ડર છે કે તે સુસાઇડ કરી શકે છે. આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ ગૌડ સિટી-2ના 11મા એવન્યુમાં મા-દીકરીની હત્યાનો કેસ સામે આવ્યો હતો. તેમાં શંકાસ્પદ મૃતક મહિલાનો દીકરો ગુમ છે. હત્યા બાદથી 16 વર્ષનો દીકરો ગુમ છે.

પોલીસને શંકા છે કે ગુમ થયેલા દીકરાએ પ્લાનિંગ કરી મા અને બહેનની હત્યા કરી અને ત્યારબાદ રાત્રે ત્યાંથી જતો રહ્યો. દીકરાના દાદાનું કહેવું છે કે જો ગુમ દીકરાએ હત્યાને અંજામ આપ્યો છે તો બ્લૂ વેલ ઑનલાઇન ગેમ બનાવનાર દોષિત છે અને તેણે સજા મળવી જોઇએ કારણ કે મોબાઇલ પર બ્લૂ ગેમ રમવાના લીધે તેના પિતાએ તેનો મોબાઇલ લઇ લીધો હતો. ત્યારબાદ તે નારાજ રહ્યાં હતા.

દીકરો મોટાભાગે મોબાઇલમાં ખોવાયેલો રહેતો હતો. તેના ફેસબુક પર ત્રણ એકાઉન્ટ છે. સોસાયટીમાં બ્લૂ વેલ ગેમને લઇ પણ ચર્ચા રહી, પરંતુ તેની પુષ્ટિ થઇ શકી નહીં. પોલીસનું કહેવું છે કે દીકરો ચોરી-છુપે મોબાઇલનો યુઝ કરાતો હતો. તેની બહેન મણિ એ એ વાત પિતાને જણાવી દીધી હતી. તેના પર પિતાએ દીકરાને ખખડાવ્યો હતો અને મોબાઇલ છીનવી લીધો હતો. આથી પોલીસ માની રહી છે કે તેના લીધે તેની બહેનને પણ નફરત કરતો હશે.

હત્યામાં ઝેરીલી બિરયાનીના એંગલથી પણ તપાસ થઇ રહી છે. ઘટના સ્થળ પરથી પોલીસને બિરયાની અને સેવઇ મળ્યા છે. કહેવાય છે કે મા-દીકરીને પહેલાં ઝેરીલી બિરયાની ખવડાવી અને ત્યારબાદ ચહેરા પર ક્રિકેટ બેટ અને કેચીથી હુમલો કર્યો. આવું એટલા માટે કરાયું જેથી કરીને તે વિરોધ ના કરી શકે. પોલીસે તેના સેમ્પલ લીધા છે. સૂત્રોના મતે પોલીસને છોકરા અંગે સુરાગ મળી ચૂકયા છે. બની શકે કે શુક્રવારના રોજ આ અંગે ખુલાસો કરે.

પોલીસનું માનીએ તો હત્યારાએ બેડરૂમમાં જઇને હત્યા કરી છે. મૃતકોને ઉઠવાની તક જ નથી મળી શકી. પોલીસને સ્થળ પરથી બે વાસણમાં જમવાની વસ્તુ મળી છે. તેમાં એકમાં સેવઇ જે ઘરે બનાવી હતી. બીજા વાસણમાં બિરયાની હતી. કહેવાય છે કે બિરાયનીને દીકરો લઇને આવ્યો હતો.

4 ડિસેમ્બરની સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરમાં બધું જ બરાબર હતું. પતિએ ફોન પર પત્ની અને બાળકો સાથે વાત કરી હતી. ત્યારબાદ 5 ડિસેમ્બરના રોજ બપોરે ફોન સ્વિચ ઓફ મળ્યો. ત્યારબાદ ધરે ફોન કર્યો અને સોસાયટીના નંબર પર પરંતુ વાત ના થઇ. આખરે પરેશાન થઇ તેમણે નોઇડા સેકટર-62મા સગાને ત્યાં ફોન કરીને પોતાના ફલેટ પર મોકલ્યા હતા. વિરાટ મંગળવાર રાત્રે ફલેટ પર પહોંચ્યા હતા. બાદમાં પોલીસ પહોંચી હતી.

12 વર્ષની મણિ કરાટામાં ચેમ્પિયન હતી. તેણે સ્કૂલમાં ગોલ્ડ જીત્યો હતો. જો તે હોશમાં હોત તો મુકાબલો ચોક્કસ કર્યો હોત. કહેવાય છે કે તેના પર સૂતા સમયે કે બેભાનની અવસ્થામાં હુમલો કરાયો. પરિવાર દરરોજ અંદાજે રાત્રે 10 વાગ્યે સૂઈ જતા હતા. તે સમયની ઘટના મનાય છે.

એટલે જ દીકરા પર શંકા
– બાથરૂમમાં લોહીથી ખરડાયેલા દીકરાના એ કપડાં મળ્યા જે પહેરીને તે 8 વાગ્યા પછી બહાર નીકળ્યો હતો
– પોલીસનું માનવું છે કે હત્યા તેની હાજરીમાં થઇ
– રાત્રે તે છેલ્લે કપડાં બદલી બેગ લઇ નીકળ્યો છે, તે પોતાની મરજીથી ગયો હોય તેમ મનાય છે.
– જે ક્રિકેટ બેટથી હુમલો કરાયો તે પણ દીકરાનો છે