કચ્છમાં ગણેશજીની પ્રતિમાના વેચાણમાં પણ મંદીનો માહોલ - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છમાં ગણેશજીની પ્રતિમાના વેચાણમાં પણ મંદીનો માહોલ

કચ્છમાં ગણેશજીની પ્રતિમાના વેચાણમાં પણ મંદીનો માહોલ

 | 2:00 am IST

શુભકાર્યની શરૃઆત જેમના પૂજન-અર્ચનથી થાય છે તેવા ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની શરૃઆત આગામી તા.૧૩ સપ્ટેમ્બરથી થઇ રહી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ સહિત કચ્છમાં ઠેર-ઠેર ગણેશજીની ર્મૂિત બનાવવા માટે કારીગરો વ્યસ્ત બની ગયા છે.

રાજસ્થાન સહિતનાં વિવિધ વિસ્તારોમાંથી રોજી રોટી મેળવવા માટે થઇને ગણેશજીની માટીની પ્રતિમા બનાવતા કલાના કસબીઓ દર વર્ષે ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં આવીને ભાત-ભાતની ર્મૂિતઓ બનાવીને તેનું વેચાણ કરતા હોય છે. જોકે, ભુજમાં આ ર્મૂિતના કારીગરો તો છે, પરંતુ ર્મૂિતનું વેચાણ જેટલી માત્રામાં થવું જોઇએ તેટલું થઇ રહ્યું ન હોવાથી હાલમાં મંદીનો માહોલ હોવાનું જાણવા મળ્યું હતું. એક તરફ વરસાદ નથી પડયો અને બીજી બાજુ મટીરિયલના ભાવવધારાના કારણે મોટી ર્મૂિતઓને ખરીદવા માટે શ્રદ્ધાળુઓ આવતા નથી. નાની ર્મૂિતઓનું થોડું ઘણું વેચાણ થયું છે ત્યારે હજુ ચારેક દિવસનો સમય છે જો કદાચ વેચાણ થાય તો નફો રળી શકાય તેવો આશાવાદ કારીગરોએ વ્યક્ત કર્યો હતો.