Download again deleted photos from WhatsApp know Easy trick and tips
  • Home
  • Featured
  • વોટ્સએપથી ફરીથી ડાઉનલોડ કરો ડિલીટ કરેલા ફોટો, આ રહી સહેલી રીત

વોટ્સએપથી ફરીથી ડાઉનલોડ કરો ડિલીટ કરેલા ફોટો, આ રહી સહેલી રીત

 | 8:46 am IST

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર, વપરાશકર્તાઓ 30 દિવસ સુધીના મલ્ટિમીડિયા ડાઉનલોડ કરી શકે છે. આ કિસ્સામાં, જો તમારો કોઈપણ વોટ્સએપ ફોટા અથવા વીડિયો ડિલીટ થઇ ગયો છે તો તે ફરીથી ડાઉનલોડ કરી શકાય છે. જો કે, 30 દિવસથી વધુ સમય પછી ફોટા અને વીડિયો ડાઉનલોડ કર્યા બાદ વોટ્સએપના સર્વર પરથી ડિલીટ થઇ જાય છે અને તેને ફરીથી ડાઉનલોડ કરી શકાતા નથી.

એન્ડ્રોયડ યૂઝર્સ વોટ્સએપ પર તેમના ફોટા, વીડિયો અને બાકીની અટેચમેન્ટ સિક્યોર રાખવા માટે સૌથી સિમ્પ્લ સોલ્યુશન Gmailને મળે છે. દરેક એન્ડ્રોયડ ફોન બાય ડિફોલ્ટ એક જીમેઇલ એકાઉન્ટ્સથી લિંક હોય છે. લિંક્ડ જીમેઇલ એકાઉન્ટની મદદથી વોટ્સએપ ડેટા સેફ રાખી શકાય છે. યૂઝર્સ એપની સેટિંગમાં જઇને ગૂગલ ડ્રાઇવ પર ડેટા બેકઅપ કરી શકે છે અને તે બાદ તેમા કોઇપણ ડિવાઇસ પર રિસ્ટોર કરી શકાય છે.

વોટ્સએપથી ફરીથી ફાઇલ્સ ડાઉનલોડ કરી શકાય છે. જેને યૂઝર તરફથી ડિલિટ કરવામાં ન આવી હોય તો.. જો આખું કન્વર્સેશન ડિલીટ કર્યુ હોય તો કન્ટેન્ટ ફરીથી જોઇ શકાતું નથી. જો એવું નથી તો વોટ્સએપ એપ અને ચેટ્સ ઓપન કરો. તે બાદ તે ફાઇલને સ્ક્રોલ કરો જે તમારે ડાઉનલોડ કરવી હોય અને બ્લર દેખાઇ રહેલી આ ફાઇલને ટેપ કરો અને તે ફરીથી ડાઉનલોડ થઇ જશે. જોકે ફાઇલ રિસીવ થયાને 30 દિવસ બાદ એવું કરી શકાય નહીં.

ઘણી વાર આવું કરવા પર વોટ્સએપ એરર મેસેજ દેખાય છે અને સ્ક્રીન પર લખીને આવે છે. ‘can’t download, please ask that it be resent to you?’ એવામાં સૌથી પહેલા ચેક કરો કે, તમારા ફોનમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં. તે સિવાય જરૂરી છે કે તમારા ફોનના ડેટા અને ટાઇમ યોગ્ય હોય કારણકે ડેટ ખોટી હોવા પર તમે વોટ્સએપ સર્વરથી કનેક્ટ થઇ શકશો નહીં. તે સિવાય તમારા ડિવાઇસ પર સ્ટોરેજ એપ્સ ખાલી ન થાય તો પણ વોટ્સએપ એરર મેસેજ દેખાય છે.

 

આ પણ જુઓ : રાજકોટ કરણી સેના દ્વારા પોલીસનો વિરોધ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન