ડો.દાભોળકરને હત્યારાઓએ બેવાર મારવાનો પ્રયાસ કર્યો - Sandesh
  • Home
  • Mumbai
  • ડો.દાભોળકરને હત્યારાઓએ બેવાર મારવાનો પ્રયાસ કર્યો

ડો.દાભોળકરને હત્યારાઓએ બેવાર મારવાનો પ્રયાસ કર્યો

 | 1:28 am IST

। મુંબઇ  ।

હત્યારાઓએ અંધશ્રધ્ધા નિર્મૂલન સંસ્થાના પ્રમુખ ડો.નરેન્દ્ર દાભોળકરનો બે વાર પીછો કર્યો હતો. તેમનો સંપૂર્ણ નિત્યક્રમ જાણીને તેમને બેવાર મારવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બંને વાર તેઓ નિષ્ફળ ગયા હતા. આ પહેલા હત્યારાઓએ તેમના વિડિયો અને ફોટોનો પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો એવી અટકમાં લેવાયેલા આરોપીઓએ સીબીઆઇ સમક્ષ કબૂલાત કરી હતી.

ડો.દાભોળકર મર્ડર કેસમાં સીબીઆઇએ વીરેન્દ્ર સિંહ તાવડે, સચિન અંદુરે, શરદ કળસકર, અમોલ કાળે સહિત કુલ છ જણની અટક કરી હતી. છ આરોપીઓની સ્વતંત્રપણે તપાસ કરીને ડો.દાભોળકરની હત્યાનું કાવતરું, તેની અમલબજાવણી, હત્યાનો સૂત્રધાર કોણ, તેમણે પ્લાન કઇ રીતે કર્યો તેનો ઘટનાક્રમ, પલાયન થવામાં કઇ રીતે સફળ રહયા તેની સંપૂર્ણ માહિતી લેવાનો પ્રયાસ સીબીઆઇ કરી રહી છે.

ડો.દાભોળકરની સંપૂર્ણ દિનચર્યા પર નજર રાખવામાં આવી હતી : સીબીઆઇ  

અંદુરે અને કળસકરે ડો.દાભોળકરને ગોળીઓ મારી હતી એવી શંકા સીબીઆઇને છે. આ બંને જણ હત્યા પહેલા બેવાર ડો.દાભોળકરના પુણેના નિવાસસ્થાનની બહાર જોવા મળ્યા હતા. નિયમિત રીતે સવારે વોક માટે જતા ડો.દાભોળકરની સંપૂર્ણ દિનચર્યા પર બંનેની બાજ નજર હતી.

;