- Home
- Entertainment
- Bollywood
- કુમાર વિશ્વાસે એક્ટ્રેસ રિચા ચઢ્ઢાને આપી આ સલાહ તો અભિનેત્રી આપ્યો રોચક જવાબ

કુમાર વિશ્વાસે એક્ટ્રેસ રિચા ચઢ્ઢાને આપી આ સલાહ તો અભિનેત્રી આપ્યો રોચક જવાબ

દેશના જાણીતા અને લોકપ્રિય કવિ ડો.કુમાર વિશ્વાસ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેમની પોસ્ટને યુઝર્સ ઘણી પસંદ પણ કરે છે. પરંતુ તાજેતરમાં ડો.કુમાર વિશ્વાસ તેમના એક ટ્વીટના કારણે ચર્ચામાં આવ્યા છે. સામાન્ય રીતે સામાજિક અને પોલિટિકલ મુદ્દાઓ પર પોતાના વિચાર બેબાકી સાથે લોકો સમક્ષ રજૂ કરનાર ડો.કુમાર વિશ્વાસે આ વખતે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાને રાજનીતિ જોઈન કરવાની સલાહ આપી દીધી. જેના પછી એક્ટ્રેસે પણ રોચક જવાબ આપ્યો.
अब तो कॉमेडी भी अच्छी करने लगी हो , अब तो पॉलिटिक्स जॉइन कर लो @RichaChadha😂😂👍
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 18, 2019
આપને જણાવી દઈએ કે રિચા ચઢ્ઢાને ટેગ કરી ડો.કુમાર વિશ્વાસ એક ટ્વીટ કરી જેમાં લખ્યું હતું કે,‘હવે તો કોમેડી પણ સારી કરી લો છો તો હવે રાજનીતિ પણ જોઈન કરી લો.’ કુમાર વિશ્વાસનું આ ટ્વીટ જબરદસ્ત વાયરલ થયું. તેમના આ ટ્વીટને રિટ્વીટ કરી એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ જવાબ આપતા અભિનેત્રી કાજોલની એક GIF ઇમેજ પોસ્ટ કરી જેની સાથે લખ્યું હતું ‘હમસે ના હો પાયેગા’. ઉલ્લેખનીય છે કે રિચા ચઢ્ઢા પણ દેશની રાજનીતિ અંગે ખુલીને વાત કરે છે અને રાજનીતિને લઈ તેના ટ્વીટ પણ ઘણા વાયરલ થાય છે.
स्वामी जी कहते हैं “करने से होता है” 😂🙏 https://t.co/aFS1NJSUQS
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 18, 2019
ત્યારે હવે કુમાર વિશ્વાસે તેને રાજનીતિમાં જોડાવવાની સલાહ આપી છે. વર્કફ્રંટની વાત કરીએ તો રિચા ચઢ્ઢા જલ્દી આવનારી ફિલ્મ ‘પંગા’માં નજરે આવશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા સિવાય કંગના રનૌત, પંકજ તિવારી જેસી ગીલ અને નૈના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે.
આ વીડિયો પણ જુઓ: વડોદરામાં જર્જરિત પાણીની ટાંકી મામલે તંત્ર સામે સંદેશ ન્યૂઝના સવાલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન