ચીનના આકાશમાં દેખાયો ડ્રેગન, વીડિયો થયો વાયરલ - Sandesh
  • Home
  • World
  • ચીનના આકાશમાં દેખાયો ડ્રેગન, વીડિયો થયો વાયરલ

ચીનના આકાશમાં દેખાયો ડ્રેગન, વીડિયો થયો વાયરલ

 | 1:25 pm IST

વાર્તાઓ અને કહેવતોમાં સાંભળવા મળતો ડ્રેગન ચીનમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, આ અંગેનો પ્રશ્ન ફરી ચર્ચાની એરણે ચઢ્યો છે. ડ્રેગનને દર્શાવતો વીડિયો વાયરલ થયા બાદ ચીનમાં આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.

યુ ટ્યુબ પર ગયા અઠવાડિયે પર્વત પર આકાશમાં ઉડતા ડ્રેગનનો વીડિયો અપલોડ કરાયો હતો. આ વીડિયો ચીન-લાઓસની સરહદ પાસે તૈયાર કરાયો હોવાનું મનાય છે. મોબાઈલ મારફતે તૈયાર કરાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એપેક્સ ટીવીએ આ વીડિયો યુ ટયુબ પર અપલોડ કર્યો છે.

અત્યાર સુધી 10 લાખથી વધારે લોકોએ વીડિયો નિહાળ્યો છે. અસંખ્ય લોકોએ કોમેન્ટ કરી છે અને શેર પણ કર્યો છે. મોબાઈલ ફોન મારફતે વીડિયો તૈયાર કરાયો હોવાથી તે સ્પષ્ટ નથી. જોકે વીડિયો વહેતો થયા પછી ડ્રેગન સાચેસાચ છે અથવા લોકવાર્તાઓમાં ફકત બિહામણું પાત્ર છે તે અંગે ચર્ચા વધુ ઉગ્ર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન