પુજારાએ પુરવાર કરી બતાવ્યું કે, તેને બીજી 'દિવાર' કેમ કહે છે, જોઈ લો આશ્ચર્યજનક રેકોર્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પુજારાએ પુરવાર કરી બતાવ્યું કે, તેને બીજી ‘દિવાર’ કેમ કહે છે, જોઈ લો આશ્ચર્યજનક રેકોર્ડ

પુજારાએ પુરવાર કરી બતાવ્યું કે, તેને બીજી ‘દિવાર’ કેમ કહે છે, જોઈ લો આશ્ચર્યજનક રેકોર્ડ

 | 3:33 pm IST

એડિલેડ ટેસ્ટનો પ્રથમ દિવસ અને ભારતને એક પછી એક ઝટકા! ટીમ ઈન્ડિયાએ એક સમયે 41 રનો પર કેપ્ટન વિરાટ કોહલી સહિત પોતાના ચાર મુખ્ય બેટ્સમેન વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ‘દિવાર’ની ભૂમિકામાં ચેતેશ્વર પુજારાએ એક વખત પોતાની ઉપયોગીતા સાબિત કરી.

ભારતીય ટીમ 30 વર્ષના પુજારાની સદી(123 રન, 246 બોલમાં)ની મદદથી દિવસના અંતે સન્માનજનક સ્કોર (250/9) મેળવવામાં સફળ રહી હતી. આ સાથે જ પુજારાએ ઓસ્ટ્રેલિયામાં શતક ફટકારીને ‘દિગ્ગજ દિવાર’ રાહુલ દ્રવિડના રેકોર્ડની સરખામણી કરી હતી.

પુજારાએ ગુરૂવારે પોતાના 14000 ફર્સ્ટ ક્લાસ રન પૂરા કર્યા. હવે તેમના ખાતામાં 295 ઈનિંગમાં 14076 રન છે. સાથે જ તેમને પોતાની 65મી ટેસ્ટમાં 5000 રન પણ પૂરા કર્યા. તે સાથે પુજારાએ 108 ઈનિંગમાં 5028 રન બનાવી લીધા છે. ખાસ વાત તે છે કે, પુજારાએ પોતાની બેટિંગથી દ્રવિડનો ‘સાથ’ છોડ્યો નથી.

અસલમાં, પુજારાએ પોતાની 108મી ટેસ્ટ ઈનિંગમાં 5000 રન પૂરા કર્યા. દ્રવિડે પણ આટલી જ ઈનિંગમાં પોતાના 5000 રન પૂરા કર્યા છે. તે ઉપરાંત બંનેએ એક સરખી ઈનિંગ રમીને 3000 અને 4000 રન પણ પૂરા કર્યા હતા.

દ્રવિડ-પુજારા સાથે-સાથે

3000 ટેસ્ટ રન 67 ઈનિંગમાં
4000 ટેસ્ટ રન 84 ઈનિંગમાં
5000 ટેસ્ટ રન 108 ઈનિંગમાં

કાંગારૂઓની ધરતી પર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કોઈ ટેસ્ટ સિરીઝના પ્રથમ દિવસે જ પુજારા (123) સર્વાધિક રન બનાવનાર ત્રીજા વિદેશી બેટ્સમેન બની ગયા છે. રેકોર્ડ ગૈરી સોબર્સના નામે છે, જેમને 1960માં 132 રનની ઈનિંગ રમી હતી.

132 – ગૈરી સોબર્સ (વેસ્ટ ઈન્ડીઝ), બ્રિસ્બેન 1960
126 રન – મોરિસ લેલેન્ડ (ઈંગ્લેન્ડ), બ્રિસ્બેન 1963
123 રન- ચેતેશ્વર પુજારા (ભારત), એડિલેડ 2018

ઓસ્ટ્રેલિયન ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ જીતવાના ઈરાદાથી આવેલ ભારતીય ટીમને પ્રથમ દિવસે જ અનુભવાઇ ગયુ હશે કે આ પડકાર તેમના માટે નાનો નથી. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં કમજોર ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમના બોલરોએ દુનિયાનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોના પાયા હચમચાવીને બતાવી દીધું કે, તેમની ધરતી પર તેમને હરાવવા સરળ નથી.

એડિલેટ ઓવલની સપાટ પિચ પર ભારતીયો માટે રાહતની વાત પુજારાની શતકીય ઈનિંગ રહી જેમને 246 બોલમાં સાત ફોર અને બે સિક્સની મદદથી 123 રન બનાવ્યા. તે દિવસના અંતિમ બોલ પર રન આઉટ થયા. પોતાની 16મી ટેસ્ટ શતક ફટકારનાર પુજારાએ એક છેડો સંભાળ્યો ના હોત તો ભારતીય ટીમની હાલત ખુબ જ કફોડી ગઈ હોત.

ભારતે એક સમયે 41 રનો પર જ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પુજારાએ રોહિત શર્મા(37), ઋષભ પંત (25) અને રવિચંદ્રન અશ્વિન (25) સાથે મળીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી નિકાળવાની સાથે એક સન્માનજનક સ્કોર પણ અપાવી દીધું.

100નો આંકડો પાર કરવાથી પહેલા જ તેને પોતાના પાંચ બેટ્સમેનોને ગુમાવી દીધા હતા. ભારત માટે પુજારા ઉપરાંત રોહિત શર્માએ 37 અને ઋષભ પંત તથા રવિચંદ્રન અશ્વિને 25-25 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ સ્ટોર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લિયોને બે-બે વિકેટ ઝડપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન