DRDO-developed anti-drone system deployed near Red Fort on I-Day
  • Home
  • Featured
  • લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતું આ ઘાતક હથિયાર, સામે આવી તસવીરો

લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતું આ ઘાતક હથિયાર, સામે આવી તસવીરો

 | 7:35 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પરથી આજે દેશને સંબોધ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીની સુરક્ષા અત્યંત સઘન બનાવવામાં આવી હતી. આ વખતે પીએમ મોદીની સુરક્ષા માટે ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ લાલ કિલ્લા પર તૈનાત કરવામાં આવી હતી.

આ એક એવું ડ્રોન છે જે અઢી કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ નિશાન તાકી શકે. આ ખાસ ડ્રોનને DRDO તરફથી બનાવવામાં આવ્યું છે. આ સિસ્ટમની મદદથી નાનામાં નાના ડ્રોનને પણ 3 કિલોમીટરથી ઓળખી લેવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખતરાને ધ્યાનમાં રાખીને DRDOએ મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત ખાસ પ્રકારની એન્ટી ડ્રોન ડિવાઈસ વિકસાવી છે. તેનો ઉપયોગ રાષ્ટ્રીય ખતરાની વિરૂદ્ધ પણ કરવામાં આવી શકે છે. આ ડિવાઈસની મદદથી ડ્રોનને નિષ્ક્રિય કરવા ઉપરાંત તેના પર કંટ્રોલ પણ હાંસલ કરી શકાય છે. ડ્રોન જેવા હુમલા વિરૂદ્ધ આ ઉપકરણ ખાસ કારગર માનવામાં આવે છે.

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખી આજે સ્વત્તંત્રતા દિવસના પ્રસંગે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. ઓછી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવું, કાર્યક્રમમાં હાજર લોકોમાં સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું. તેવી જ રીતે ખાલીસ્તાનની સક્રિયતા સહિતના ખતરાને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત સઘન બનાવી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન