DRDO Successfully test fires Air-to-air missile Astra test-fired
  • Home
  • Videos
  • Featured Videos
  • ભારતીય વાયુસેનાનો પાકિસ્તાન અને ચીનને આકરો સંદેશ, જુઓ Video

ભારતીય વાયુસેનાનો પાકિસ્તાન અને ચીનને આકરો સંદેશ, જુઓ Video

 | 9:02 pm IST

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO) એ સ્વદેશી ડિઝાઈન કરેલી હવાથી હવામાં માર કરનારી ઓલ વેધર ‘અસ્ત્ર’ મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરીને પાકિસ્તાનની સાથે ચીનને પણ કડક સંદેશ આપ્યો હતો. ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાન સુખોઈ Su-30MKI માંથી મંગળવારે હવાથી હવામાં પ્રહાર કરતી ‘અસ્ત્ર મિસાઈલ’નું ઓડિશાના સમુદ્ર કિનારાતી 70 કિમી દૂર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. DRDO દ્વારા નિર્મિત આ મિસાઈલના પરિક્ષણ માટે પશ્ચિમ બંગાળના એક વિમાનમથકેથી સુખોઈ વિમાને ઉડ્ડયન ભર્યું હતું.

આ સ્વદેશી મિસાઈલ 5,555 કિમી પ્રતિ કલાકની ઝડપે 70 કિમીની રેન્જમાં કોઈ પણ દુશ્મન મિસાઈલ કે વિમાનને નિશાન બનાવવા માટે સક્ષમ છે. આ મિસાઈલ એક્ટિવ રડાર ટર્મિલન ગાઈડન્સથી સજ્જ છે અને તેનો કોઈ પણ ઋતુમાં એટલે કે કોઈ પણ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે.

સુપરસોનિક ગતિએ હવામાં ઉડી રહેલા કોઈ પણ લક્ષ્યને આ મિસાઈલ ભેદી શકે છે. 154 કિગ્રામ વજન ધરાવતી અસ્ત્ર મિસાઈલ 3.57 કિમી લાંબી અને 178 મિમીનો વ્યાસ ધરાવે છે. અસ્ત્ર મિસાઈલ મહત્તમ 110 કિમી સુધી પ્રહાર કરી શકે છે અને ડીઆરડીઓ 300 કિમીની રેન્જ ધરાવતી અસ્ત્ર મિસાઈલનું નિર્માણ કરવાનું આયોજન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન