સપનામાં દેખાય હાથી તો થાય છે ધન લાભ, જાણો અન્ય મહત્વના ફળકથન - Sandesh
  • Home
  • Astrology
  • સપનામાં દેખાય હાથી તો થાય છે ધન લાભ, જાણો અન્ય મહત્વના ફળકથન

સપનામાં દેખાય હાથી તો થાય છે ધન લાભ, જાણો અન્ય મહત્વના ફળકથન

 | 11:55 am IST

રાત્રે ઊંઘમાં સપના દરેક વ્યક્તિને આવતાં જ હોય છે. તેમાંથી કેટલાક સપના ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે સંકેત પણ કરે છે. ઘણી વાર એવો અનુભવ પણ તમે કર્યો હશે કે સપનામાં જોવા મળેલી ઘટના હકીકતમાં પણ બની હોય. સપનાના આ સંકેતને સમજવા માટે જરૂરી છે કે તેના ફળાદેશને જાણી શકાય. તો જાણી લો વિવિધ સપનાના ફળકથન વિશે.

– સપનામાં હાથી દેખાઈ તો સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
– સપનામાં યુવતી પોતાના ઘરમાં જમતાં જોવા મળે તો લક્ષ્મી માતાની કૃપા થવાનો સંકેત છે.
– સપનામાં બિલાડી જોવા મળે તો તે સમસ્યા આવવાનો સંકેત હોય છે.
– સપનામાં સોના અથવા ચાંદીની વીંટી જોવા મળે તો કોઈ સુંદર સ્ત્રી મળવાનો સંકેત હોય શકે છે.
– પોતાની જાતને આકાશમાં ઉડતા જોવું પ્રગતિ અને લાંબી યાત્રાનો સંકેત છે.
– સપનામાં આકાશમાંથી નીચે પડવાનો અનુભવ થાય તો સંકટમાં પડવાનો સંકેત ગણાય છે.
– સપનામાં ઊંટ જોવા મળે તો ધન પ્રાપ્તિ થાય છે.
– સપનામાં વરસાદ જોવા મળે તો ઘરમાં અનાજની ઊણપના સંકેત છે.