શ્રાવણ માસમાં જો સપનામાં જોવા મળે આવું કંઈ તો સમજી લેજો શિવજી થઈ ગયા પ્રસન્ન - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં જો સપનામાં જોવા મળે આવું કંઈ તો સમજી લેજો શિવજી થઈ ગયા પ્રસન્ન

શ્રાવણ માસમાં જો સપનામાં જોવા મળે આવું કંઈ તો સમજી લેજો શિવજી થઈ ગયા પ્રસન્ન

 | 2:16 pm IST

આમ તો ભોળાનાથની ભક્તિ સદા શુભ ફળ જ આપે છે. પરંતુ શ્રાવણ માસમાં જે વ્યક્તિ તેમના શરણમાં જાય છે તેમના ભંડાર ભગવાન ભરી દે છે. શ્રાવણ માસમાં ભક્તો પણ શિવ ભક્તિમાં તલ્લીન રહેતાં હોય છે, દિવસ-રાત બસ ભગવાન ભોળાનાથનું સ્મરણ લોકો કરતાં હોય છે. માનવામાં આવે છે કે માણસના મન અને સપના વચ્ચે ગાઢ સંબંધ હોય છે. જો કે સપનામાં પણ ક્યારેય ભાગ્યોદયના સંકેત છુપાયેલા હોય છે. ત્યારે આજે જાણો કે શ્રાવણ માસમાં શિવજી સંબંધિત કઈ વસ્તુઓનું સપનામાં દેખાવું સૌભાગ્યનો ઈશારો છે.

– શિવલિંગનું સપનામાં દેખાવું જીવનના તમામ અમંગળ દૂર થવાનો સંકેત છે. તેમજ ધનલાભ પણ થાય છે. જે દિવસે સપનામાં શિવલિંગના દર્શન થાય તેના બીજે દિવસે એટલે કે સવારે શિવલિંગનો ગાયના દૂધથી અભિષેક અવશ્ય કરવો.

– શિવજીના મસ્તક પર જેનું સ્થાન છે તેવા ચંદ્રમાના દર્શન થાય તો તેને સફળતાનું સૂચક માનવું.

– જો સપનામાં ડમરૂં દેખાય તો વ્યક્તિની પર્સન લાઈફ અને કામમાં શુભ પ્રસંગ બને છે.

– સપનામાં શિવાલય દેખાય તો જીવનમાંથી રોગ-શોક દૂર થઈ જાય છે.

– શિવજીનું અર્ધનારિશ્વર સ્વરૂપના દર્શન થાય તો ભાગ્યના બંધ દ્વાર પણ ખુલી જાય છે. જો કોઈ અવિવાહિતને આવું સપનું આવે તો તેમના લગ્નના યોગ બની જાય છે અને જો કોઈના લગ્ન જીવનમાં સમસ્યાઓ હોય તો તે દૂર થઈ જાય છે.

– શિવજીના હાથમાં શોભતું ત્રિશૂલ સપનામાં દેખાય તો સમાજમાં માન-સમ્માન વધે છે. જો કોઈ સમસ્યા સતાવી રહી હોય તો તે પણ દૂર થઈ જાય છે.

– શિવજીને જો નૃત્ય કરતાં જોયા હોય તો તમામ ચિંતાઓનો નાશ થઈ જાય છે.