સ્વપ્નમાં દેખાય શિવજી તો તકલીફો થશે દૂર અને વધશે ધન - Sandesh
  • Home
  • Astrology
  • સ્વપ્નમાં દેખાય શિવજી તો તકલીફો થશે દૂર અને વધશે ધન

સ્વપ્નમાં દેખાય શિવજી તો તકલીફો થશે દૂર અને વધશે ધન

 | 3:10 pm IST

નિદ્રાવસ્થામાં દરેકને વિવિધ પ્રકારના સ્વપ્ન આવતા હોય છે. ઘણા લોકોને પોતાના જીવન સાથે જોડાયેલા સ્વપ્ન આવે, તો કોઇને બિહામણા સ્વપ્ન આવે, તો કોઇને વૃક્ષ-છોડ કે પ્રાણીઓના સ્વપ્ન આવતા હોય છે. આ બધામાં ઘણા લોકો એવા છે જેમને સ્વપ્નમાં ભગવાન શિવ સાથે સંકળાયેલી વસ્તુઓ દેખાય છે, એટલે કે શિવલિંગ, નાગ, ત્રિશૂલ, તો પછી ક્યારેક શિવ પાર્વતી સ્વપ્નમાં દેખાય છે. ભગવાન સાથે જોડાયેલી વસ્તુઓ સ્વપ્નમાં દેખાતી હોય તો આવો તેના પાછળ જોડાયેલી માન્યતાઓ વિશે જાણીએ.

સ્વપ્નમાં શિવલિંગ જોવું
આ સ્વપ્ન તમને ધ્યાનમાં લીન થવાનું કહે છે, પૂર્વ જન્મમાં જેણે શિવજીને જોવા કે પૂજા કરવાની ઇચ્છા રાખી હોય, તેમના માટે આ સ્વપ્ન એક સંદેશની જેમ છે. ધ્યાન લગાવવાથી શિવજીને સ્પષ્ટ જોઇ શકાય છે. સ્વપ્નમાં શિવલિંગ જોયું છે તો તેનો અર્થ તમારો વિજય થશે, તકલીફો દૂર થશે અને ધન વધશે.

શિવ-પાર્વતીના એક સાથે દર્શન
આ સ્વપ્નનો અર્થ છે કે નવા પ્રંસગો તમારા દરવાજે જ છે. ટૂંકમાં તમને લાભ થશે. પ્રવાસ, ભોજન, ધન પ્રાપ્તિ થશે, તથા સારા સમાચાર સાંભવવા મળશે. શિવ અને પાર્વતીને એક સાથે જોવું ખૂબ જ શુભ છે.

તાંડવ કરતા શિવજી
આ આક્રમકતા અને ઝનૂનનો સંકેત છે, કે જે તમારી સમસ્યાઓ ટૂંક સમયમાં જ જતી રહેશે તેનો નિર્દેશ કરે છે. સાથે જ તમને ધન લાભ થશે, પરંતુ થોડો સંઘર્ષ કરવો પડશે.

શિવમંદિર દેખાય તો
આ સ્વપ્નનો અર્થ છે કે તમને બે પુત્રો સંતાન રૂપે પ્રાપ્ત થશે. તેનો એ અર્થ હોઇ શકે છે, સાથે તમે કોઇક બીમારીમાંથી જલદી સાજા થઇ જશો. જો કોઇકને માઇગ્રેઇન કે માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તે બીમારી દૂર થાય છે.

ત્રિશૂલ
આ સ્વપ્ન તમારા પૂર્વ જન્મ, આ જન્મ અને આવતા જન્મ સાથે કોઇક સંબંધ ધરાવે છે, અથવા તો આ સ્વપ્ન તમારા જન્મ, જીવન અને મૃત્યુની પીડા સાથે કોઇક સંબંધ છે. ત્રિશૂલ તમને તમામ પીડાઓ અને સમસ્યાઓમાંથી રાહત આપે છે.

સાપ
સાપ તેવા લોકોને પણ દેખાય છે કે જેમને આર્થિક ફાયદા થવાના હોય, જો કોઇપણ સાપ ફેણ ચડાવ્યું હોય અને તમે તેની પાછળ તરફ જુઓ તો તે તમને શુભ ફળ આપનાર રહેશે. આ સ્વપ્ન દ્વારા નાગદેવતાના તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.