DRIને વધુ રૂ.ર૬૦ કરોડનું ડ્રગ્સ હાથ લાગ્યું, ૪ અફધાન સહિત ૮ની ધરપકડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • DRIને વધુ રૂ.ર૬૦ કરોડનું ડ્રગ્સ હાથ લાગ્યું, ૪ અફધાન સહિત ૮ની ધરપકડ

DRIને વધુ રૂ.ર૬૦ કરોડનું ડ્રગ્સ હાથ લાગ્યું, ૪ અફધાન સહિત ૮ની ધરપકડ

 | 2:00 am IST
  • Share

મુન્દ્રા બંદરેથી ડીઆરઆઈની ટીમે બે કન્ટેનર અટકાવીને તેની તપાસ હાથ ધરતાં તેમાંથી ર૧ હજાર કરોડની કિંમતનું ર૯૭૭ કિલો હેરોઈન પકડાયું હતું. જેના અનુસંધાને દેશભરમાં તપાસનો દોર શરૂ થતાં દિલ્હીના ગોડાઉનમાંથી ૧૬.૧ કિલો હેરોઈન મળી આવ્યું છે. આમ, પકડાયેલા હેરોઈનનો કુલ જથ્થો ૩,૦૦૪ કિલો સુધી પહોંચ્યો છે. તો બીજીતરફે, નોઈડાના એક રહેણાક મકાનમાંથી પણ ૧૦.ર કિલો કોકેઈન અને ૧૧ કિલો હેરોઈનનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. આમ, દિલ્હી નોઈડામાંથી વધુ ર૬૦ કરોડનું ડ્રગ્સ પકડવામાં એજન્સીને સફળતા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મામલામાં દિલ્હી, નોઈડા, ચેન્નાઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં તપાસ દોર દરમિયાન જુદાજુદા સ્થળોએથી ૪ અફઘાની નાગરિક અને એક ઉઝબેક તેમજ ત્રણ ભારતીયો સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરાઈ છે.
અફઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદરથી ગત તા.૧૩/૯ ના મુન્દ્રા આવેલા બે બે કન્ટેનરોને અટકાવીને ડીઆરઆઈએ તપાસ હાથ ધરી હતી,  જેમાં ટેલ્કમ પાવડરની આડમાં છુપાવાયેલો ર૧ હજાર કરોડનો હેરોઈનનો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો. ચર્ચાસ્પદ પ્રકરણમાં ડીઆરઆઈએ ત્વરિત એકશનમાં આવીને કન્સાઈન્મેન્ટ મંગાવનાર ચેન્નઈના દંપતીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મુન્દ્રા બંદરેથી હજારો કરોડોનું હેરોઈન મળી આવતાં નવી દિલ્હી, નોઈડા (યુપી), ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં અલગ અલગ સ્થળોએથી ૮ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં ૪ અફઘાનિસ્તાનના નાગરિકો, ૧ ઉઝબેક દેશનો તથા ૩ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
પકડાયેલ ભારતીય નાગરિકોમાં આયાત નિકાસ કોડના ધારકનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ માલની આયાત કરવા માટે કરવામાં આવતો હતો. ત્યારે આ મામલે આગામી સમયમાં મોટા કડાકા ભડાકા થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો