DRI Seized 2500 crore drugs at mundra port
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કચ્છ: મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, રૂ.2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છ: મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, રૂ.2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

 | 10:10 pm IST
  • Share

અમદાવાદ DRIના અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાન અને ઈરાનથી આવેલા બે કન્ટેનરો રોકીને તપાસ હાથ ધરી હતી. જે પૈકી એક કન્ટેનરમાંથી રૂપિયા 2500 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, DRIના અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરોની અંદર પ્રતિબંધિત નશીલી દવાઓ બાબતે બાતમી મળતા તેને અટકાવી દીધા હતા. જે બાદ તેની તપાસ માટે FSLની પણ મદદ લેવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા આવેલા કન્ટેનરોમાં પાવડરની આડમાં કોકેઈનનો મોટો જથ્થો લવાયો હતો. આ કન્ટેનરની અંદર મોટી માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાના અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન હતો. જો કે હવે તેમના આ પ્લાન પર પાણી ફરી વળ્યું છે.

એક કન્ટેનરમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અન્ય એક કન્ટેનરમાં તપાસ ચાલી રહી છે. હવે NCB આ પ્રતિબંધિત નશીલો પાવડર કોણે અફઘાનિસ્તાનમાંથી મંગાવ્યો? તેની તપાસ કરી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરીનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન