પાણી પીઓ-યોગ્ય નિર્ણય લો - Sandesh

પાણી પીઓ-યોગ્ય નિર્ણય લો

 | 12:30 am IST

પેટ ભરીને પાણી  પીવું એ શરીર અને મગજ, બંનેના સ્વાસ્થ્ય માટે સારું રહે છે. વૈજ્ઞાાનિકોએ એક અધ્યયનથી જાણ્યું છે કે, પેટ ભરીને પાણી પીધા પછી લોકો યોગ્ય અને ઉત્તમ નિર્ણય લે છે. વૈજ્ઞાાનિકોનું માનો તો પેટ ભરીને પાણી પીવાથી મસ્તકની આત્મનિયંત્રણ પ્રક્રિયા તત્કાળ દરેક ક્ષેત્રમાં સંયમ વર્તવા લાગે છે. આ દશામાં લોકો બહેતર નિયંત્રણતો કરી શકે છે, બલકે ખર્ચ અને અન્ય બાબતો વિશે મુખ્ય નિર્ણયો પણ કરી શકે છે, નેધરલેન્ડસની ત્વેન્તે યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ મૂત્રાશયના નિયંત્રણનો સંપર્ક મસ્તકના એ ભાગો સાથે જણાવ્યો છે, જે ઈચ્છાઓ અને તેને પૂરાં થવાની સ્થિતિમાં થનારી  અનુભૂતિઓને સક્રિય કરે છે. પેટ ભરીને પાણી પીવાથી મસ્તક પર નિયંત્રણમાં વધારો થતો જોવા મળે છે. પર્યાપ્ત પાણી પીવાથી લોકો ક્ષણિક આનંદ સાથે જોડાયેલા આવેગોને નિયંત્રિત કરવામાં સક્ષમ બને છે અને તેઓ પુનઃ એવા વિકલ્પ શોધે છે કે, જે લાંબા ગાળે તેમના માટે ફાયદાકારક હોય.

આ અધ્યયન માટે સંશોધનકર્તાઓએ સહભાગીઓને કહ્યું હતું કે, તેઓ ક્યાં તો પાંચ કપ પાણી પીએ કે પાંચ અલગ- અલગ કપ માંથી પાણીના નાના ઘૂંટડા ભરે. પાંચ કપમાં ૭૫૦ મિ.લી. પાણી હતું.

લગભગ ૪૦ મિનિટ બાદ, જ્યારે સહભાગીઓ દ્વારા પિવાયેલું પાણી તેમના પેટમાં પહોંચી ચૂક્યું હતું, સંધોશનકર્તાઓએ તેમના આત્મનિયંત્રણની તપાસ કરી. સહભાગીઓને કહેવામાં આવ્યું કે, તેઓ આઠ એવી બાબતોની યાદી બનાવે, જેમાં નાની અને તરત જ પૂરી થનારી અને મોટી પણ થોડા સમય પછી પૂરી થનારી ઈચ્છાઓ સામેલ હોય. પરિણામે, સંશોધનકર્તાઓએ જોયું કે જે સહભાગીઓએ પેટ ભરીને પાણી પીધું હતું, તેઓએ બહેતર નિર્ણય લીધો. તેઓએ થોડાક મોડા, પણ વધુ લાભકર્તા પક્ષે નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન