જો તમે પ્રેગનન્સી દરમિયાન પીશો દૂધ, તો બાળકને થશે સૌથી મોટો આ ફાયદો - Sandesh
  • Home
  • Health & Fitness
  • જો તમે પ્રેગનન્સી દરમિયાન પીશો દૂધ, તો બાળકને થશે સૌથી મોટો આ ફાયદો

જો તમે પ્રેગનન્સી દરમિયાન પીશો દૂધ, તો બાળકને થશે સૌથી મોટો આ ફાયદો

 | 11:52 am IST

આજકાલ ઘણા બધા પેરેન્ટસને પોતાના બાળકની હાઇટને લઇને ચિંતા થતી હોય છે, પરંતુ જો તમે જ્યારથી પ્રેગનન્ટ હોવ ત્યારથી જ ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપો તો આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, જો માતા ગર્ભાવસ્થા દરમિયાન આહાર પ્રત્યે ધ્યાન રાખે તો આવનાર બાળકની લંબાઇ પર તેનો સારો પ્રભાવ પડે છે.

જો કે કેટલાક સંશોધકોએ દાવો પણ કર્યો છે કે, ગર્ભાવસ્થા દરમિયાન જે માતા રોજ એક ગ્લાસ દૂધનું સેવન કરે છે તેમની લંબાઇમાં બીજા કરતા ઘણો ફેરફાર જોવા મળે છે. આ શોધ દરમિયાન 1980ના દશકમાં પેદા થયેલા બાળકોની લંબાઇ અને ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા દૂધના સેવનથી જોડાયેલી જાણકારીઓ પર અધ્યયન કરવામાં આવ્યું હતુ.

આ વિશે સંશોધનકર્તાનું માનવું છે કે, શરૂઆતના સમયમાં દૂધનું સેવન આગળના વર્ષોમાં પણ બાળકોની લંબાઇથી સંબંધિત છે. આ દરમિયાન પેદા થયેલા બાળકોનું વજન અને લંબાઇનું વિવરણ લેવામાં આવ્યું હતું. તે અનુસાર, જે મહિલાઓ પ્રતિદિન એક ગ્લાસ દૂધનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન કરતી હતી તેમના બાળકની લંબાઇમાં વધારે જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન