Drinking of barley water, useful for cholesterol and weight loss
  • Home
  • Featured
  • સડસડાટ વજન ઓછું થવાની સાથે ઘટશે કોલેસ્ટ્રોલ, પીઓ આ 1 પાણી

સડસડાટ વજન ઓછું થવાની સાથે ઘટશે કોલેસ્ટ્રોલ, પીઓ આ 1 પાણી

 | 8:11 am IST

જવમાં એમિનો એસિડ, ડાઇટરી ફાઇબર, બીટા ગ્લૂકોઝ, કેલ્શ્યિમ, કોપર, આર્યન, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેગ્નીઝ, મેગ્નેશ્યિમ, સેલેનિયમ, જિંક, પ્રોટીન અને એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. ગરમીની ઋતુમાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. તેની સાથે જ જવના લોટને ઘઉંથી વધારે હેલ્ધી માનવામાં આવે છે. તેને ખાવાથી કેટલાક પ્રકારની બીમારીઓ દૂર હોય છે. જરૂરી નથી કે જવની રોટલી બનાવીને જ ખાઇ શકાય. તમે ઇચ્છો તો તેનું પાણી બનાવીને પણ પી શકો છો. તેને પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા મળે છે. આજે અમે તમને જવનું પાણી બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદા અંગે જણાવીશું. તો આવો જોઇએ કેવી રીતે હેલ્ધી જવનું પાણી બનાવી શકાય.

સામગ્રી

6 કપ – પાણી
2 નંગ – લીંબુ
1/2 કપ – મધ
2 કપ – જવ

બનાવવાની રીત

સૌ પ્રથમ જવને પાણીથી બરાબર ધોઇ લો. ત્યાર પછી તેને સાફ વાસણમાં રાખી લો. હવે તેમા 6 કપ પાણી ઉમેરી લો. આ બન્નેને 15-20 મિનિટ સુધી ગેસ પર ગરમ કરો,. ત્યાર પછી તે મિશ્રણને ગાળીને પાણી અને જવ અલગ કરી લો. હવે જવના પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી લો. તૈયાર મિશ્રણને કોઇ બોટલમાં ભરી લો અને તેને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે રાખી દો. ઠંડુ થયા પછી જરૂરિયાત મુજબ પી શકો છો.

જવના પાણીના ફાયદા

ઓછું વજન

જવમાં એવા ગુણ રહેલા છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રોજ સવારે તેનું સેવન કરવાથી પેટ ભરેલું લાગે છે. જલદી ભૂખ લાગતી નથી, જેથી ઓવરઇટિંગ થતી નથી. તેની સાથે જ જવના પાણીથી પાચનતંત્ર પણ સારું રહે છે. મેટાબોલિજ્મ તેજ થવાની સાથે વજન જલદી ઓછું થઇ જાય છે.

ડાયાબિટીસ

વૃદ્ધ લોકો જ આજકાલ બાળકો પણ ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તે અનેક પ્રકારની દવાઓ તેમજ કેટલાક ઉપાયો કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદા થતો નથી. એવામા જવનું પાણી તમારા માટે ફાયદાકારક હોય છે. જવમાં બીટા-ગ્લૂકોઝ અને ઇંસુલિન હોય છે. જે બ્લડમાં શુગર લેવલના પ્રમાણને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પાચન

જવમાં ભરપૂર પ્રમાણમાં ડાઇજેસ્ટિવ ફાઇબર હોય છે. જવ ખાવાનાને પચાવવામાં મદદ કરે છે. જે લોકોને પેટથી સંબંધિત સમસ્યાઓ રહે છે તે લોકોએ રોજ જવનું પાણી પીવું જોઇએ. આ ડ્રિંકને પીવાથી શરીરમાં રહેલી ગંદકી એટલે કે ટોક્સિસન્સ પણ સહેલાઇથી બહાર નીકળે છે.

આ પણ જુઓ :અમદાવાદના બહુચર માતા ગૌ – શાળામાં ચોરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન