Driving License Scandal in RTO of Surat
  • Home
  • Gujarat
  • RTOમાં મસમોટું કૌભાંડ, રૂ. 6000માં ઘરે બેઠા આવે છે પાકું લાઇસન્સ

RTOમાં મસમોટું કૌભાંડ, રૂ. 6000માં ઘરે બેઠા આવે છે પાકું લાઇસન્સ

 | 7:06 pm IST

સુરત આરટીઓના ટેસ્ટ ટ્રેક પર કાર અથવા બાઇકની ટેસ્ટ આપ્યા વગર પાકું લાઇસન્સ બનાવમાં આવ્યું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. લાઇસન્સનો બારોબાર વેપલો કરનારાઓ સામે ફોજદારી કરવાની હિલચાલ પણ સુરત આરટીઓ દ્વારા બતાવામાં આવી રહી છે.

સુરતના અડાજણ પાલ રોડ પર આવેલા આરટીઓમાં કેટલાક લોકોની મહેરબાનીથી કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ એવું છે કે બસ રૂપિયા આપો અને ટેસ્ટ આપ્યા વગર તમને પાકું લાઇસન્સ મળી જાય છે.

આરટીઓના ટેસ્ટ ટ્રેકના સોફેટવેરની સિસ્ટમ બાયપાસ કરી કૌભાંડીઓએ બારોબાર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યાનું આરટીઓ ઇન્સ્પેકટરના ધ્યાને આવ્યું હતું. અને ત્યારે તપાસ શરૂ થતાં આરટીઓનું તંત્ર પણ ચોંકી ગયું હતુ. રૂ 6થી 7 હજાર આપો અને કચેરીમાં આવ્યા વગર કૌભાંડીઓ લાઇસન્સધારકને હાથોહાથ ડ્રાઇવિંગ લાઇસન્સ પકડાવી દેતા હતા.

કેટલાક કૌભાંડીઓ આરટીઓના ટેસ્ટ ટ્રેકની સમગ્ર પ્રક્રિયા બાયપાસ કરી સીધેસીધું લાઇસન્સ જનરેટ કરી દેતા હતા. કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન કે પરીક્ષા આપ્યા વગર સીધું આરટીઓના ક્લાર્ક પાસે એપ્રુવલ વખતે ડેટા દેખાતો હતો.

મતલબ ટેસ્ટ ટ્રેકની તમામ પ્રક્રિયા બાયપાસ અથવા હેક કરી સીધું લાઇસન્સ બનાવી દીધું હતુ. હાલ તો સુરત આરટીઓ દ્વારા એક ટીમ બનાવમાં આવી છે.

જે છેલ્લા કેટલાક દિવસોથી લાઇસન્સના ફોર્મેટની ઉલટ તપાસ કરી રહી છે. જેમાં પ્રથમ 55 થી 60 જેટલા લાઇસન્સ શંકાસ્પદ રીતે બન્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તે તમામને નોટિસ પણ ફાટકારવામાં આવી છે.

જોકે આ સમગ્ર મામલે આવનારા દિવસોમાં લાઇસન્સ ધારક સહિત કસૂરવાર અધિકારી અને કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવાની સુરત આરટીઓ દ્વારા તૈયારીબતાવામાં આવી છે.