Drone Attack On World's Biggest Oil Company In Saudi Arabia
  • Home
  • Featured
  • દુનિયાભરમાં વધી શકે છે ક્રુડ ઓઇલની કિંમતો, સાઉદીનાં વિશાળ પ્લાન્ટ્સ પર થયો ડ્રૉનથી હુમલો

દુનિયાભરમાં વધી શકે છે ક્રુડ ઓઇલની કિંમતો, સાઉદીનાં વિશાળ પ્લાન્ટ્સ પર થયો ડ્રૉનથી હુમલો

 | 3:41 pm IST

સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની અરામકોનાં 2 તેલ પ્લાન્ટ પર થયેલા ડ્રોન અટૈક બાદ સાઉદી અરબમાં તેલ ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આંતરરાષ્ટ્રિય મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્યાં તેલ ઉત્પાદનમાં પ્રતિદિનનાં હિસાબથી 50 લાખ બૈરલની ઉણપ આવી શકે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રિય બજારમાં તેલની કિંમતોમાં જોરદાર વધારો આવી શકે છે.

સાઉદી અરબની સત્તાવાર પ્રેસ એજન્સીએ ઊર્જા મંત્રી શહઝાદા અબ્દુલ અઝીઝનાં મતે લખ્યું કે, ‘અરામકોનાં પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલાનાં કારણથી બંને વિસ્તારો, અબ્કૈક અને ખુરૈસમાં અસ્થાયી રીતે તેલનું ઉત્પાદન રોકી દીધું છે.” ત્યારબાદ હુમલાનાં તરત બાદ સાઉદી અરબમાં પણ તેલ સપ્લાઈ પર ઘણી અસર પડી છે. આના કારણે સાઉદીમાં તેલની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સાઉદી અરબની બહાર મધ્ય-પૂર્વનાં ઘણા દેશોમાં તેલની કિંમતોમાં વધારાની શક્યતાઓ છે.

ટ્રમ્પે સાઉદી અરબનાં ક્રાઉન પ્રિંસ સાથે વાતચીત કરી હતી

બીજી તરફ હુમલા પછી દુનિયાભરનાં દેશોનું ધ્યાન આ મુદ્દા તરફ ગયું છે. આ હુમલા માટે અમેરિકાએ સીધી રીતે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પૉપિયોએ આરોપ લગાવ્યો છે કે ઈરાને દુનિયાભરમાં તેલ સપ્લાય રોકવા માટે ડ્રોન હુમલો કરાવ્યો છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ સાઉદી અરબનાં ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી છે.

ઈરાન સમર્થિત હાઉતી વિદ્રોહીઓએ સ્વીકારી હુમલાની જવાબદારી

શનિવારનાં હુમલાનાં કેટલાક સય પછી યમનનાં ઈરાન સમર્થિત હાઉતી વિદ્રોહીઓએ આરામકો પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી લીધી હતી. અલ મસીરા ટીવીનાં જણાવ્યા પ્રમાણે, “વિદ્રોહીઓએ મોટા પાયા પર ઑપરેશન શરૂ કર્યું જેમાં 10 ડ્રોન સામેલ હતા, તેમણે અબ્કેક અને ખુરૈસનાં પ્લાન્ટને નિશાન બનાવ્યા.” જો કે હુમલા બાદ સાઉદી અરબની પ્રેસ એજન્સીએ જાણકારી આપતા કહ્યું કે, ‘અરામકોનાં ઔદ્યોગિક સુરક્ષા દળોએ અબ્કેક અને ખુરૈસ સંયંત્રોમાં ડ્રોન હુમલાનાં કારણે લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે.”

આ વિડીયો પણ જુઓ: કચ્છના ફિલ્મ પ્રોડ્યુસર બિજલ મહેતાની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન