Drone attacks on two Saudi Aramco factories cause fire
  • Home
  • Business
  • વિશ્વની સૌથી મોટી તેલ કંપનીના પ્લાન્ટમાં ડ્રોન હુમલો, ભીષણ આગની ઝપટમાં આવતા દુનિયાભરમાં હાહાકાર

વિશ્વની સૌથી મોટી તેલ કંપનીના પ્લાન્ટમાં ડ્રોન હુમલો, ભીષણ આગની ઝપટમાં આવતા દુનિયાભરમાં હાહાકાર

 | 1:09 pm IST

દુનિયાની સૌથી ધનિક તેલ કંપનીઓમાં સામેલ સાઉદી અરબ અરામકોના બે ફેસિલિટી સેન્ટરોમાં શનિવારના રોજ ભીષણ આગ લાગી છે. સાઉદી અરબના ગૃહમંત્રીએ કહ્યું કે અરામકોના ફેસિલિટી સેન્ટર્સ પર થયેલા ડ્રોન હુમલાના લીધે આગ લાગી હતી. મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે વહેલી સવારે ચર વાગ્યે ઔદ્યોગિક સુરક્ષા બળોની ટીમોએ ફાયરિંગનો જવાબ આપ્યો. અબબેક અને ખુરાઇસમાં આવેલા ફેસિલિટી સેન્ટર્સ પર ડ્રોન એટેક થયો હતો.

બંને મામલામાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મંત્રાલયે કહ્યું કે હાલ દેશના પૂર્વ ભાગમાં થયેલા ડ્રોન એટેકને લઇ તપાસ થઇ રહી છે અને એ ભાળ મેળવવાની કોશિષ ચાલી રહી છે કે આખે આ હુમલા પાછળ કોનો હાથ હતો. આપને જણાવી દઇએ કે ગયા મહિને પણ અરામકોના નેચરલ ગેસના ફેસિલિટી સેન્ટર પર એટેક થયો હતો. જો કે તેમાં કોઇપણ પ્રકારના જાન-માલને નુકસાન થયું નહોતું. આ એટેકની જવાબદારી યમનના હથિયારબંધ હથી વિદ્રોહી સંગઠનોએ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંય મહિનામાં હથી લડાકુઓએ ક્રોસ બોર્ડર મિસાઇલો દ્વારા સાઉદી અરબના એર બેઝ પર હુમલો પણ કર્યો છે. જો કે હજુ સુધી શનિવાર સવારે થયેલા હુમલાની કોઇપણ સંગઠનોએ જવાબદારી લીધી નથી. આપને જણાવી દઇએ કે આ વર્ષે મે મહિનાથી જ ખાડી ક્ષેત્રમાં તણાવની સ્થિતિ છે. એટલે સુધી કે જૂનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હવાઇ હુમલો સુદ્ધાં કરવાની જાહેરાત કરી દીધી હતી પરંતુ અંતમાં પોતાનો નિર્ણય પલટી દીધો હતો.

આ વીડિયો પણ જુઓ – દ્વારકા મંદિરમાં ગર્ભગૃહ સમક્ષ કંગનાની સેલ્ફી લેતા વિવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન