Droom founder Sandeep aggarwal success story Startup Unicorns
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જેલમાં ગયાને છૂટાછેડા; 41ની ઉંમરમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું આજે અબજોનું સામ્રાજ્ય

જેલમાં ગયાને છૂટાછેડા; 41ની ઉંમરમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું આજે અબજોનું સામ્રાજ્ય

 | 11:10 am IST
  • Share

  • શૉપક્લૂસ ShopClues) અને ડ્રૂમ (Droom) જેવા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંદીપ અગ્રવાલની વાત

  • ડ્રૂમ જેવા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંદીપ અગ્રવાલ ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં અમેરિકામાં FBI દ્વારા ધરપકડ કરાઇ હતી

  • 41 વર્ષની ઉંમરમાં એક નવું સ્ટાર્ટઅપ ડ્રૂમ ઉભું કર્યું જે આજે યુનકૉર્ન બની ચૂકયું છે

ડ્રૂમ જેવા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંદીપ અગ્રવાલ ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં અમેરિકામાં FBI દ્વારા ધરપકડ કરાઇ હતી. તેમના પત્ની અને પાર્ટનર સાથે તેમનો ઝઘડો થયો અને છૂટાછેડા થઇ ગયા. પરંતુ તેમણે કયારેય હાર માની નહીં.

શૉપક્લૂસ ShopClues) અને ડ્રૂમ (Droom) જેવા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંદીપ અગ્રવાલની વાર્તા કોઇને પણ પ્રેરણા આપી શકે છે. સંદીપ અગ્રવાલની ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં અમેરિકામાં FBI દ્વારા ધરપકડ થઇ હતી અને થોડાંક મહિના જેલમાં રહ્યા. તેમની પત્ની અને પાર્ટનર રાધિકા સાથે તેમનો ઝઘડો થયો અને છૂટછેડા થઇ ગયા ત્યારબાદ તેમનું પહેલું સ્ટાર્ટઅપ વેચાઇ ગયું પરંતુ તેમણે હાર માની નહીં. તેમણે 41 વર્ષની ઉંમરમાં એક નવું સ્ટાર્ટઅપ ડ્રૂમ ઉભું કર્યું જે આજે યુનકૉર્ન બની ચૂકયું છે.

યુનિકૉર્ન એ સ્ટાર્ટઅપને કહે છે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર (અંદાજે 7500 કરોડ રૂપિયા)ને પાર પહોંચી ગયું છે. આજે સંદીપ દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ Droom ભારતમાં યુઝડ ગાડીઓના ખરીદ-વેચાણ માટે એક જાણીતું નામ બની ચૂકયું છે.

ઉતાર-ચઢાવવાળું જીવન

સંદીપ અમેરિકાના વૉલસ્ટ્રીટમાં એનાલિસ્ટ હતા અને બાદમાં ટેક આંત્રપ્રિન્યોર બન્યા. તેમણે ભારતમાં બે સફળ યુનિકૉર્ન સ્ટાર્ટઅપ ઉભા કરવા માટે ઓળખાય છે. તેમની આ યાત્રામાં ઘણા ઉતાર-ચઢાવ, માન-અપમાન, ભાવનાત્મક સંઘર્ષ, નિષ્ફળતા, પારિવારિક સંકટ, નિષ્ફળતા બધું જ છે. તેઓ એવા સફળ સીરિયલ આંત્રપ્રિન્યોર છે કે ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ હોય હાર નથી માનતા.

આવી રીતે શરૂઆત થઇ

અગ્રવાલે 2011ની સાલમાં પોતાની પત્ની અને એક મિત્રની સાથે અમેરિકા અને ભારતમાં ઇ-કોમર્સ કંપની ShopCluesની સ્થાપના કરી. આ કંપની ઘણી સફળ રહી અને યુનિકૉર્ન બની પરંતુ બાદમાં પત્ની અને બિઝનેસ પાર્ટનર રાધિકા સાથે અણબન થતા તેમણે આ વેપારમાંથી બહાર થવું પડ્યું અને આ કંપની વેચાય ગઇ. રાધિકા સાથે તેમના સંબંધ તૂટી ગયા. 2013ની સાલમાં ઇનસાઇડર ટ્રેડિંગના કથિત કેસમાં તેમના પર અમેરિકામાં કેસ ચાલ્યો અને તેઓ જેલ પણ ગયા. કંપનીના સીઇઓ પદ પરથી રાજીનામું આપવું પડ્યું. જોકે થોડાંક મહિનામાં તેઓ છૂટી ગયા અને તેમના પરથી તમામ આરોપ પાછા લેવાઇ ગયા. ત્યારબાદ તેમણે હાર ના માની અને 2014ની સાલમાં ઓટોમોબાઇલ માટે એક ઓનલાઇન માર્કેટપ્લેસ Droomની શરૂઆત કરી જે હવે એખ યુનિકૉર્નમાં બદલાય ગઇ છે.

સંદીપ હવે અંદાજે 48 વર્ષના છે. સંદીપના પિતા હરિયાણા સરકારમાં એન્જિનિયર હતા. સંદીપે કુરૂક્ષેત્ર યુનિવર્સિટીમાંથી 1992માં બીકોમ કર્યું અને ઇન્દોરના દેવી અહલ્યા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યા બાદ થોડાંક વર્ષ કેટલીક નાની ફર્મમાં નોકરી કરી. 1999માં એમબીએ કરવા માટે અમેરિકા જતા રહ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો