ભારતના ઈતિહાસમાં 900 વર્ષ સુધી પડ્યો હતો કારમો દુષ્કાળ - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતના ઈતિહાસમાં 900 વર્ષ સુધી પડ્યો હતો કારમો દુષ્કાળ

ભારતના ઈતિહાસમાં 900 વર્ષ સુધી પડ્યો હતો કારમો દુષ્કાળ

 | 4:42 pm IST

સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત ઘણી હકીકતો હજુ પણ સામે આવી રહી છે. આ ક્રમમાં, આઇઆઇટી ખડગપુરે પણ આ સંસ્કૃતિના અંત વિશે ઘણી હકીકતો પ્રકાશિત કરી છે. આ હકીકતો મુજબ, 4350 વર્ષ જૂની સિંધુ ખીણનો અંત એક દુષ્કાળને કારણે થયો હતો. એવું કહેવામાં આવે છે કે આ દુષ્કાળ 10-20 વર્ષ સુધી ચાલ્યો ન હતો, પરંતુ 900 વર્ષ સુધી ચાલ્યો હતો, જેના કારણે સંસ્કૃતિ સમાપ્ત થઈ ગઇ હતી.

અગાઉ એક થિયરી એવી સામે આવી હતી કે, આ દુષ્કાળ 200 વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ આ અભ્યાસે તેને ખોટું ગણાવ્યુ છે. આ રિસર્ચ આ મહિનાના આંતરરાષ્ટ્રીય મેગેઝીનમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અભ્યાસ દર્શાવે છે કે 900 વર્ષ સુધી ટકી રહેલા દુષ્કાળને લીધે લોકો ત્યાંથી હિજરત કરવા મજબૂર બન્યા હતા.

આઈઆઈટી ખડગપુર ભૂસ્તરશાસ્ત્ર અને જીયોફિઝિક્સ વિભાગના શોધકર્તા 5,000 વર્ષોના દરમિયાન મોનસૂનની અસ્થિરતા પર શોધ કરી રહ્યા છે. તે જ સમયે તેમણે ખબર પડી કે સદીઓ પહેલા ત્યાં હિમાલયની ઉત્તર-પશ્ચિમના ભાગમાં 900 વર્ષ સુધી કોઈ વરસાદ પડ્યો ન હતો, જેને કારણે પાણીનો અભાવ થઇ ગયો હતો અને બધી નદીઓ સુકાઇ ગઇ હતી. જોકે, પૂર્વ અને દક્ષિણમાં વરસાદ સારો રહેતા પરિસ્થિતિઓ સારી હતી, માટે ત્યાં રહેનારા લોકોને આ પ્રકારના દુષ્કાળનો સામનો કરવો પડ્યો ન હતો.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 2,350 બીસી (4,350 વર્ષ પૂર્વે) થી 1,450 બીસી સુધી, ચોમાસાની સંસ્કૃતિવાળા વિસ્તાર નોંધપાત્ર રીતે નબળા પડી રહ્યા હતા. ધીમે-ધીમે દુષ્કાળ વધવા લાગ્યો. આ રીતે, લોકોએ લીલા વિસ્તારોમાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. આ લોકો ગંગા-યમુના ખીણપ્રદેશ તરફ આગળ વધી ગયા હતા. અને ત્યાં જ જીવનની શરૂઆત કરી હતી.