Drug Case Aryan Khan Bail Hearing Will Be Held on 13th October
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યનને જામીન નહીં, હાલમાં તો જેલમાં જ બંધ, 13 ઓક્ટોબરે થશે સુનાવણી

આર્યનને જામીન નહીં, હાલમાં તો જેલમાં જ બંધ, 13 ઓક્ટોબરે થશે સુનાવણી

 | 12:31 pm IST
  • Share

  • કિલ્લા કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી

  • ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના કેસમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોની ધરપકડ

  • આર્યન ખાનની જામીન અરજી પર થશે 13 ઓક્ટોબરે બપોરે સુનાવણી

 

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસમાં આર્યન સિવાય બીજા 7 આરોપીઓ પણ જેલમાં છે. અગાઉ કિલ્લા કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી કરવા બદલ NCB એ આર્યનની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આર્યન ખાનની જામીન અરજી પર ગઈકાલે સુનાવણી થવાની હતી જે મુલતવી રાખવામાં આવી હતી. હવે 13 ઓક્ટોબરે બપોરે 2.45 વાગ્યે જામીન અરજી પર સુનાવણી થશે, ત્યારબાદ આર્યન ખાનને જામીન મળશે કે નહીં તે ખબર પડશે. એટલે કે આર્યનને હજુ પણ આ કેસમાં રાહત મળી નથી.

આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની જામીન અરજી એ આધાર પર દાખલ કરવામાં આવી હતી કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું ન હતું. NCB એ કોર્ટ પાસે પોતાનો જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો છે.

જણાવી દઈએ કે શુક્રવારે મુંબઈ નીચલી કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે તેમની પાસે એનડીપીએસની જે કલમો હેઠળ કેસ નોંધાયેલો છે, તે કલમો હેઠળ જામીન અરજીની સુનાવણી કરવાની સત્તા નથી.

કોર્ટનો આ ઓર્ડર આવતા સાંજના 5 વાગી ગયા હતા. એવામાં આર્યન સહિત ત્રણ આરોપીઓના વકીલ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી શક્યા નથી. શનિવાર અને રવિવારે કોર્ટ બંધ હતી, તેથી સોમવારે ત્રણેય આરોપીઓના વકીલે ફરી કોર્ટમાં જામીન અરજી કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો