આર્જેન્ટિનામાં 16 વર્ષની કિશોરીને ડ્રગ માફિયાઓએ પીખીં નાખી - Sandesh
  • Home
  • World
  • આર્જેન્ટિનામાં 16 વર્ષની કિશોરીને ડ્રગ માફિયાઓએ પીખીં નાખી

આર્જેન્ટિનામાં 16 વર્ષની કિશોરીને ડ્રગ માફિયાઓએ પીખીં નાખી

 | 2:53 pm IST

આર્જેન્ટિનામાં 16 વર્ષની કિશોરીની બળાત્કાર પછી ક્રૂર હત્યાના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર આવી ગયા હતા અને ઉગ્ર દેખાવો યોજ્યાં હતાં.

આ ઘટનાને પગલે સમગ્ર આર્જેન્ટિનામાં રોષ ભભૂકી ઊઠ્યો છે. બુધવારે બપોરે એક વાગે લોકોએ કૂચ યોજી હતી. કૂચમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે હતી. અનેક દેખાવકારોના હાથમાં બેનર હતા. તેમાં લખ્યું હતું કે જો તમે આમારામાંથી એકને સ્પર્શ કરશો તો અમે બધા પ્રતિક્રિયા આપીશું.

હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી લુસિયા પેરેઝ પર આઠ ઓક્ટોબરે કેટલાક ડ્રગ માફિયાઓએ બળાત્કાર ગુજાર્યો હતો . ત્યારપછી લુસિયાની હત્યા કરાઈ હતી. આર્જેન્ટિનામાં મહિલાઓ સામેની ગુનાખોરી સાવ સામાન્ય છે. તાજેતરની બળાત્કાર અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આર્જેન્ટિનામાં ગયા વર્ષે મહિલાઓ સામેની ગુનાખોરીના વિરોધમાં અનેકવાર કૂચ યોજાઈ છે. સરકારી આંકડા પ્રમાણે ઘરેલું હિંસાની ઘટનામાં આર્જોન્ટિનામાં પ્રત્યેક 36 કલાકમાં એક મહિલા મૃત્યુ પામે છે.

રાજધાની બ્યૂનો એર્સમાં દેખાવમાં ભાગ લેનાર ગ્રેબરિએલા સ્પિનેલીએ જણાવ્યું હતું કે લૂસિયા પેરેઝની ઘટનાએ યૌન સંબંધી હિંસાથી પીડિત બધી મહિલાઓમાં ન્યાય માટે અવાજ ઉઠાવવા માટે ટ્રીગરની ગરજ સારી છે.

આયોજકોના જણાવ્યા અસાર આ કૂચનો આશય ફક્ત લુસિયા પેરેઝની ઘટનાને વખોડી કાઢવાનો જ ન હતો પરંતુ એવી સંસ્કૃતિની ટીકા કરવાનો છે કે જેમાં મહિલાઓને પુરુષ કરતાં નબળી સમજવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન