Drugs Case Rakul Preet Singh And Rana Daggubati In Trouble ED Summons 12 People
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કેસ: 4 વર્ષ જૂના કેસ માટે રકુલ પ્રીત સિંહ અને રાણા દગ્ગુબાટી મુશ્કેલીમાં

ડ્રગ્સ કેસ: 4 વર્ષ જૂના કેસ માટે રકુલ પ્રીત સિંહ અને રાણા દગ્ગુબાટી મુશ્કેલીમાં

 | 10:52 am IST
  • Share

બોલિવૂડ હોય કે ટોલીવુડ આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સના દિવસો સારા નથી ચાલી રહ્યા. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કાનૂની સમસ્યામાં ફસાયેલ રકુલ પ્રીત સિંહને 4 વર્ષ જૂના કેસમાં ફરી એક વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચાર વર્ષ જુના ડ્રગ્સ કેસમાં રકુલ પ્રીત સિંહ, રાણા દગ્ગુબાટી અને રવિ તેજા સહિત 12 ટોલીવુડ કલાકારો અને દિગ્દર્શકોને સમન્સ પાઠવ્યા છે.

EDના અધિકારીએ પુષ્ટિ કરી કે નાણાકીય તપાસ એજન્સીએ રકુલ પ્રીત, દગ્ગુબાટી, તેજા, પુરી જગન્નાથ, ચાર્મમે કૌર અને મુમૈથ ખાન સહિત અન્યને અલગ અલગ તારીખે પૂછપરછ માટે બોલાવ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સીએ જગન્નાથને 31 ઓગસ્ટે હાજર થવા કહ્યું છે, રકુલ પ્રીતને 6 સપ્ટેમ્બરે તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે દગ્ગુબાતી અને તેજાને અનુક્રમે 8 અને 9 સપ્ટેમ્બરે એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

અધિકારીએ કહ્યું કે એજન્સીએ 2017માં તેલંગાણામાં હાઇ-એન્ડ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા કેસના આધારે તપાસ હાથ ધરી હતી. તેલંગાણા SIT એ ઓગસ્ટ 2017માં દક્ષિણ આફ્રિકાના એક નાગરિકની મુંબઈથી હૈદરાબાદમાં કોકેઈન સપ્લાય કરવા બદલ ધરપકડ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો