NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હિતેશ આપઘાત કેસમાં એક નવી યુવતિનો થયો ઉમેરો , ઘણા ચોંકાવનારા છે આ ખુલાસા

હિતેશ આપઘાત કેસમાં એક નવી યુવતિનો થયો ઉમેરો , ઘણા ચોંકાવનારા છે આ ખુલાસા

 | 9:25 am IST

હિતેશ રબારી માદક પદાર્થોનો નશો કરતો હોવાનો એક અકસ્માત બાદ ખુલાસો થયો હતો. આ ખુલાસા બાદ પરિવારે આ લત અંગે તપાસ કરી હતી. જેમાં ડ્રગ્સ રેકેટ અંગે ચોંકાવનારી વાતો બહાર આવી હતી. માત્ર હિતેશ જ નહીં તેના સર્કલમાં ઘણી યુવતીઓ નિયમિત રીતે રેવ પાર્ટી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં આ ગ્રૂપને મુંબઇની અર્પિતા પાર્ટી ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસ આ હિતેશ અપમૃત્યુ કેસમાં આ મુદ્દાને પણ આવરી લે તો ઘણા ચહેરાઓ ઉપરનો નકાબ ચિરાઇ જાય એવું જાણકારોનું કહેવું છે.

જ્યોતિના ચક્કરમાં ફસાયેલો હિતેશ અચાનક માદક પદાર્થોના સેવનના રવાડે ચઢી ગયો હતો. તે ક્યારે ડ્રગ્સનો બંધાણી બની ગયો એની ભનક પણ રબારી પરિવારને આવી ન હતી. નવ-દસ મહિના અગાઉ હિતેશે ઉપરા છાપરી ત્રણ ગંભીર અકસ્માત કર્યા હતા. બારડોલી, ગણદેવી અને ભરૃચ નજીક થયેલા આ અકસ્માત બાદ પરિવારને કંઇક ખોટું થઇ રહ્યાનો અંદેશો આવ્યો હતો. હિતેશના અંગત મિત્રોને બોલાવી, વિશ્વાસમાં લઇ કરાયેલી પૂછપરછમાં હિતેશ ડ્ર્ગ્સ લેતો હોવાની વાત બહાર આવી હતી. આ વાત રબારી પરિવાર માટે શોકિંગ હતી.

ઘોડા-ગાડી અને હરવા ફરવાનો શોખીન હોવાથી હિતેશની ગતિવિધિઓ અને તે બે-પાંચ દિવસ બહાર રહે તો કોઇ ધ્યાન આપતું ન હતું. આવામાં તે ડ્રગ્સના રવાડે ચઢયો હતો. એ સમયે કરાયેલી તપાસમાં ડ્રગ્સ પાર્ટીમાં હિતેશની હાજરી જ્યોતિ સાથે રહેતી હોવાનું પણ બહાર આવ્યું હતું. જ્યોતિ સાથે સંબંધ થયા બાદ હિતેશ રેગ્યુલર ગ્રૂપથી અંતર રાખવા માંડયો હતો. તે કાયમ જ્યોતિ સાથે બીજા ગ્રૂપમાં ફરતો હતો. આ ગ્રૂપમાં નિયમિત રીતે રેવ પાર્ટી થતી હોવાનું પણ એ સમયે પરિવારના ધ્યાન ઉપર આવ્યું હતું.

કેટલાક મિત્રોને સાથે રાખી કરાયેલી તપાસમાં હિતેશને લત લગાડનારાઓ મુંબઇથી ડ્રગ્સ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ ગ્રૂપમાં સારા ઘરની મહિલાઓ ઉપરાંત કેટલાક મુસ્લિમ છોકરાઓ પણ સામેલ હતાં. આ ગ્રૂપને મુંબઇની અર્પિતા ડ્રગ્સ સપ્લાય કરતી હતી. આ રેકેટ અંગે હિતેશ અને ખાસ કરીને જ્યોતિ સાથે નજીકથી સંકળાયેલા પીનલ, કાજલ, અમિષા, ઇરફાન, સાહીલ, ઇર્શાદ વગેરે ઘણું બધું જાણે છે. આ એવા નામો છે કે જેઓને રેવ પાર્ટી એન્જોય ન કરતાં હોય તો પણ તેઓને એના વિશે બધી માહિતી છે. ઓર્ગેનાઇઝરથી માંડી ડ્રગ્સ સપ્લાયરથી લઇ પાર્ટીશિપન્ટ સુધી બધાને તેઓ ઓળખતા હોવાનું તેમના પરિચિત વર્તુળમાંથી જાણવા મળે છે. સૂત્રાના કહેવા પ્રમાણે પાર્ટી ડ્ર્ગ્સ સપ્લાય કરનાર અર્પિતાનું હિતેશના આ ગ્રૂપ સિવાય પણ ખૂબ મોટું નેટવર્ક છે. તે શહેરના દોઢસોથી વધુ વ્યક્તિઓ કહો કે યુવાઓને ડ્રગ્સ સપ્લાય કરે છે. આ નેટવર્ક સાચવવા માટે તેણી દ્વારા પ્રોફેશનલી કુરિયરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળે છે. અર્પિતાના ક્લાયન્ટ ભાટિયા, ચીચી, કિનારા વગેરે નીક નેમથી પાર્સલ મંગાવતાં હતાં.

અર્પિતા જે ડ્રગ્સ સપ્લાય કરે છે એ નેચરલ નહીં મેન મેઇડ હોય છે. દવા બનાવવા માટે વપરાતા કેટલાક પદાર્થો એકત્ર કરી તેની ઉપર રાસાયણિક પ્રક્રિયાથી બનાવાતા આ માદક પદાર્થને સિન્થેટિક્સ ડ્રગ્સ પણ કહે છે. સુરતમાં દોઢસો વ્યક્તિ અર્પિતાના ગ્રાહકો હોવાની વાત ઉપરથી કેટલા લોકો તેના બંધાણી હશે એનો અંદાજ માંડી શકાય છે. વારે તહેવારે થતી ગ્રૂપ પાર્ટીઓમાં પીરસાતા ડ્રિંક વચ્ચે કિક માટે આવા ડ્રગ્સનો મોટા પાયે ઉપયોગ થઇ રહ્યો છે. હિતેશ અંગે પરિવારે કરેલી તપાસમાં આ વાત બહાર આવી ત્યારે પોલીસ થોડી ગંભીર બની આપઘાતની સાથે સાથે આ મુદ્દાને પણ હાથમાં લે આવશ્યક બન્યું છે.