drunk man climb on light poll video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નશામાં ધૂત શખ્સે લાઈટના પોલ પર ચડી ગામ માથે લીધુ, જુઓ VIDEO

નશામાં ધૂત શખ્સે લાઈટના પોલ પર ચડી ગામ માથે લીધુ, જુઓ VIDEO

 | 8:26 pm IST
  • Share

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં નશામાં ધૂત એક શખ્સે લાઈટના પોલ પર ચડીને ભારે હોબાળો મચાવ્યો હતો. જેને જોવા માટે નીચે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં એક શખ્સ નશાની હાલતમાં લાઈટના પોલ પર ચડી ગયો હતો. જ્યાં એક કલાક સુધી તેણે આખુ ગામ માથે લીધુ હતું. આ બાબતની જાણ થતાં સંખેડા પોલીસ મથકનો કાફલો અને GEBના અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ અને GEBના કર્મચારીઓએ ભારે સમજાવટ બાદ માણસને લાઈટના થાંભલા પરથી નીચે ઉતાર્યો હતો. જે બાદ પોલીસ આ શખ્સને સંખેડા પોલીસ સ્ટેશને લઈ ગઈ છે, જ્યાં તેની પૂછપરછ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો