દારૂ પીને દારૂડિયાએ કર્યા એવા એવા નાટકો...કે વીડિયો જોઈને હસવુ આવશે - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • દારૂ પીને દારૂડિયાએ કર્યા એવા એવા નાટકો…કે વીડિયો જોઈને હસવુ આવશે

દારૂ પીને દારૂડિયાએ કર્યા એવા એવા નાટકો…કે વીડિયો જોઈને હસવુ આવશે

 | 12:18 pm IST

ગુજરાતમાં સરકારમાં દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ થાય છે. ગુજરાતમાં ઠેરઠેર દારૂ પીને લથડિયા ખાતા લોકો જોવા મળે છે. એમ, કહો કે, દારૂ વેચનારા લોકો સરકારની નાક નીચે ખુલ્લેઆમ વેચાણ કરે છે, અને ભરપૂર દારૂ પીવાય પણ છે. ત્યારે દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં દારૂડિયાની ધમાલ એક વીડિયોમાં કેદ થઈ છે. નશાની હાલતમાં શખ્સે દારૂબંધીની પોલ ખોલી છે.

દારૂડિયાએ દારૂ પીને એવા એવા નાટકો કર્યા હતા કે, આ વીડિયો જોઈને તમે હસવાનું રોકી નહિ શકો. તળાજા શહેરના મુખ્ય માર્ગ પર બાઈકને સૂવડાવી દીધી હતી. નશાની હાલતમાં શખ્સ બાઈક પર જ સૂઈ ગયો હતો. જાહેરમાં અપશબ્દો બોલીને તેણે રીતસરનો આતંક મચાવ્યો હતો. ત્યારે દારૂડિયાને પકડવા પોલીસ પહોંચી હતી. પોલીસે દારૂડિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તળાજાના રાજપાઠનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.