મોડાસામાં વધુ એક ચીક્કાર દારૃ પીધેલ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મોડાસામાં વધુ એક ચીક્કાર દારૃ પીધેલ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ

મોડાસામાં વધુ એક ચીક્કાર દારૃ પીધેલ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ

 | 7:34 pm IST

દારૃબંધી માત્ર આમ જનતા માટે હોય અને પોલીસ તેમાંથી બાકાત હોય તેવી ઘટનાઓ મોડાસામાં બની રહી છે. ગત અઠવાડિયે મોડાસામાં એ.એસ.આઈએ દારૃ પી ધમાલ મચાવી હતી. પોલીસ કર્મચારીની આ હરકતનો વીડિયો વારલ થતાં તેની સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે હજુ આ પોલીસ કર્મચારીને પોલીસ પકડી શકી નથી ત્યાં તો વધુ એક પોલીસ કોન્સ્ટેબલ ચીક્કાર દારૃ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. લથડિયાં ખાતા આ પોલીસકર્મીનો વીડિયો ઉતારી લોકોએ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે આ મામલે પોલીસે આબરૃ બચાવવા કોન્સ્ટેબલને બ્લડ પ્રેશર વધી ગયાનુ જણાવી ગળામાંથી ગાળિયો કાઢવા લૂલો બચાવ કર્યો હતો.

મોડાસામાં પોલીસને જાહેરમાં દારૃ પીવાનો પરવાનો અપાયો હોય તેમ એક બાદ એક પોલીસ કર્મચારીના કરતૂત સામે આવી રહ્યા છે. દારૃ બંધીનો કડક અમલ કરાવવાનુ તો બાજુમાં રહ્યુ પરંતુ પોલીસકર્મીઓ જ ખુલ્લેઆમ દારૃ ઢીંચીને છાકટા બની રહ્યા છે. ગત અઠવાડિયે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ફરજ બજાવનાર આર્મ એ.એસ.આઈ અશોકકુમાર ઈમાનુએલ કલાસવા શહેરના બસ સ્ટેશન નજીક દારૃ પીને ધમાલ મચાવતો હોય આ કર્મચારીનો વીડિયો વારલ થયો હતો. જેના પગલે એ.એસ.આઈ સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જો કે અઠવાડિયા બાદ પણ પીધેલા એ.એસ.આઈની પોલીસ ધરપકડ કરી શકી નથી ત્યાં મંગળવારે સવારે વધુ એક પીધેલો પોલીસ કોન્સ્ટેબલ લોકોની નજરમાં આવી ગયો હતો.

શહેરના હજીરા સર્કલ પાસે મોડાસા ટાઉન પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બાઈક ઉપર લથડિયાં ખાઈ રહ્યો હતો. ચીક્કાર દારૃ પી ગયેલ આ પોલીસ કર્મચારી બાઈકને કીક પણ મારી શકવાની હાલતમાં ન હતો. દરમિયાન પોલીસ કર્મચારીના આ કરતૂતનો લોકોએ વીડિયો ઉતારી લીધો હતો અને સોશ્યલ મીડિયામાં વારલ કરી દીધો હતો. વીડિયો મુજબ ઉભો પણ ન રહી શકે તે પ્રમાણે પોલીસ કર્મચારી છાકટો બની ગયો હતો. દરમિયાન પોલીસની કોન્સ્ટેબલની આ હરકતને છાવરવા તેને બ્લડ પ્રેશર વધી જતાં ચક્કર આવ્યા હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ અને પોલીસકર્મીને સારવાર માટે ખસેડી દેવાયો હતો.

પોલીસની આબરૃનું ચીરહરણ
અરવલ્લી જિલ્લામાં પોલીસ કર્મચારીઓ જાહેરમાં દારૃ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસની આબરૃના ધજાગરા નીકળી ગયા છે. ખાખી વર્દીમાં જ દારૃ ગટગટાવી છાકટા બનતા પોલીસની લોકો ફિલમ પણ ઉતારી રહ્યા છે ત્યારે કાયદાની રખેવાળી કરનાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા છે. દારૃબંધીનો અમલ કરાવવાને બદલે પોલીસ જ પીવા માંડે તો કોને કહેવુ ?

બ્લડ પ્રેશર વધી જતાં કોન્સ્ટેબલને ચક્કર આવ્યા હતા : પી.આઈ
આ અંગે ઈન.મોડાસા ટાઉન પી.આઈ એન.કે.રબારીએ જણાવ્યુ હતુ કે, કોન્સ્ટેબલને બ્લડ પ્રેશ વધી જતાં ચક્કર આવી ગયા હતા. જેના પપગલે તેને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે. હાલ તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.