શિક્ષક દારુ પીને સ્કૂલમાં આવ્યો, બાળકો સાથે ફોટો પાડીને ડાન્સ પણ કર્યો, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • શિક્ષક દારુ પીને સ્કૂલમાં આવ્યો, બાળકો સાથે ફોટો પાડીને ડાન્સ પણ કર્યો, જુઓ Video

શિક્ષક દારુ પીને સ્કૂલમાં આવ્યો, બાળકો સાથે ફોટો પાડીને ડાન્સ પણ કર્યો, જુઓ Video

 | 4:46 pm IST

યુપીના સીએમ યોગી આદિત્યનઆથ સરકારી સ્કૂલની દશા-દિશા બદલવાની વાતો કરે છે. પરંતુ સ્કૂલોના માસ્ટરજી જ સ્કૂલની ઈજ્જતની ધજ્જિયા ઉડાવી રહ્યાં છે. સોમવારે બિલ્લોબર બ્લોકના લાલપુર ગ્રામ પંચાયતના પરસાદ ગામના શિક્ષક પ્રદીપ કુમાર ચિક્કાર દારુ પીને સ્કૂલમાં પહોંચ્યો હતો. દારૂ પીને તેણે બાળકો સાથે સેલ્ફી લીધી હતી. શિક્ષકની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી અને વાઈરલ થઈ હતી.

બાળકો પાણી લોવા, દારુ પીવી છે
હેડમાસ્ટર સ્કૂલ કેમ્પસમાં જમીન પર બેસી ગયો હતો અને ખિસ્સામાં રાખેલી દારૂની બોટલ કાઢી હતી. તેણે બાળકો પાસેથી પાણી મંગાવ્યુ હતું અને દારૂ પીધો હતો. ત્યાર બાદ હેડમાસ્ટરે નશાની હાલતમાં બાળકો સાથે સેલ્ફી લીધી હતી અને જોરદાર ડાન્સ પણ કર્યો હતો. એટલું જ નહિ, બાળકોની સામે અશ્લીલ હરકત પણ કરી હતી.