વલસાડઃ પ્રવાસમાં શિક્ષકે દારૂના નશામાં બે સગીર વિદ્યાર્થિની સાથે કર્યું ‘ગંદું’ કામ - Sandesh
NIFTY 10,551.70 -13.60  |  SENSEX 34,393.41 +-33.88  |  USD 66.0075 +0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વલસાડઃ પ્રવાસમાં શિક્ષકે દારૂના નશામાં બે સગીર વિદ્યાર્થિની સાથે કર્યું ‘ગંદું’ કામ

વલસાડઃ પ્રવાસમાં શિક્ષકે દારૂના નશામાં બે સગીર વિદ્યાર્થિની સાથે કર્યું ‘ગંદું’ કામ

 | 5:03 pm IST

વલસાડ તાલુકામાં આવેલી એક પ્રતિષ્ઠિત ગણાતી અને સૌથી વધુ ફી ઉઘરાવતી શાળાના ધો. ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની ગત મહિને મનાલી ખાતે ગયેલી સ્કૂલ ટ્રીપ દરમિયાન સાથે ગયેલા એક શિક્ષકે દારૃના નશામાં બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના અંગે સંચાલક મંડળને જાણકારી હોવા છતાં શિક્ષક સામે કોઇ કાર્યવાહી ન કરતાં, રોષે ભરાયેલા વાલીમંડળએ ટ્રસ્ટીમંડળને આવેદનપત્ર આપતાં આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી મુજબ, માતબર ઉદ્યોગગૃહ સંચાલિત આ શાળાના ધો. ૯ અને ૧૧ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ગત ફેબ્રુઆરીના અંત ભાગમાં મનાલીના પ્રવાસે લઇ જવાયા હતા. રૃ. ૭૫,૦૦૦ જેટલી માતબર ર્વાિષક ફી ઉઘરાવતી હોવા છતાં વિદ્યાર્થી દીઠ રૃ. ૯૦૦૦થી વધુની રકમ પ્રવાસ માટે ઉઘરાવનાર શાળાએ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ ફરજિયાત બનાવ્યો હતો. પ્રવાસ દરમિયાન રાત્રીના સમયે એક શિક્ષકે દારૃ ઢીંચ્યા બાદ પોતાની જ શિષ્યા એવી સગીર વયની બે વિદ્યાર્થિનીઓ પર નજર બગાડી હતી અને તેમની સાથે શારીરિક અડપલાં કર્યા હતાં.

ગભરાઇ ગયેલી બંને વિદ્યાર્થિનીઓએ ઘરે પરત ફર્યા બાદ તેમનાં માતા-પિતાને જણાવતા, તેઓ ચોંકી ઊઠયા હતાં. જોતજોતામાં તો આ ઘટનાની વાત શાળામાં પ્રસરી જતાં, શાળાના આચાર્ય સહિતના સંચાલકોના કાને પડી હતી. તેઓએ ઘટનાની ગંભીરતા સમજીને સમગ્ર બાબતની તપાસ કરવાને બદલે આંખ આડા કાન કરી દેતા, વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ પ્રકારની ઘટનામાં જો કોઇ કાર્યવાહી ન થશે અને પીડિત વિદ્યાર્થિનીઓને ન્યાય ન મળશે તો ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થવાની શક્યતા વચ્ચે વિદ્યાર્થિનીઓ મૂંગા મોઢે સહન કરી જશે તેવી શક્યતાને લઇને શાળાના વાલીઓએ બેઠક કરી હતી અને તેમાં નક્કી થયા મુજબ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે ટ્રસ્ટીમંડળને આવેદનપત્ર સુપ્રત કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.